Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મોરબીમાં ભંગારના નામે 15.98 લાખની ઠગાઈ, 4 આરોપી ઝડપાયા:સસ્તા કોપર વાયર ભંગારની લાલચ આપી વેપારી પાસેથી એડવાન્સ પડાવ્યું, 10.50 લાખનો મુદ્દામાલ રિકવર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 3 views
મોરબીમાં ભંગારના નામે 15.98 લાખની ઠગાઈ, 4 આરોપી ઝડપાયા:સસ્તા કોપર વાયર ભંગારની લાલચ આપી વેપારી પાસેથી એડવાન્સ પડાવ્યું, 10.50 લાખનો મુદ્દામાલ રિકવર
મોરબીમાં સસ્તા ભાવે ભંગાર આપવાની લાલચ આપી વેપારી સાથે રૂ.15.98 લાખથી વધુની છેતરપિંડી કરનાર ગેંગના ચાર આરોપીઓને મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી ગણતરીના દિવસોમાં આ ગેંગ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ ભંગારનો વ્યવસાય કરતા એક વેપારી અને તેના સાથીને કોપર વાયરના ભંગારના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. તેમને સસ્તા ભાવે ભંગાર આપવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં એડવાન્સ પેમેન્ટના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ.15,98,720 ટ્રાન્સફર કરાવ્યા હતા.જોકે, રકમ મળ્યા પછી આરોપીઓએ ભંગારનો માલ આપ્યો નહોતો અને વેપારી સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે વેપારીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસે નિતેષભાઈ લાભુભાઈ કુંઢીયા (ઉંમર 32 વર્ષ), ઈરફાન કાસમભાઈ ઉઠમણા (ઉંમર 32 વર્ષ), વાહીદ આદમભાઈ ઠેબા (ઉંમર 30 વર્ષ) અને કમલેશ ઉર્ફે મયુર જગજીવનભાઈ સીંદલ (ઉંમર 40 વર્ષ)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં ગયેલી રકમમાંથી રૂ.10,50,000નો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan