Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

મોરબીમાં બે રેડમાં એક્સકેવેટર અને બે ડમ્પર સીઝ:જામસર અને લખધીરપુર રોડ પરથી રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબજે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
મોરબીમાં બે રેડમાં એક્સકેવેટર અને બે ડમ્પર સીઝ:જામસર અને લખધીરપુર રોડ પરથી રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબજે
મોરબીમાં ખાણ ખનીજ વિભાગે 28 ઑક્ટોબરે જામસર અને લખધીરપુર રોડ પર બે અલગ-અલગ રેડ કરી. એક એક્સકેવેટર અને બે ડમ્પર સહિત અંદાજે રૂ.1.40 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો.વિભાગની ટીમ પર હુમલો અને સરકારી ફરજમાં રૂકાવટની ઘટના બાદ ગેરકાયદે ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે કાર્યવાહી તેજ કરાઈ છે. ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચનાથી 28/10/2026ના રોજ તપાસ કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના જામસર ગામે તપાસ દરમિયાન સેન્ડસ્ટોનનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાનું સામે આવ્યું. ટીમે પીળા રંગનું કોમાત્સુ કંપનીનું એક્સકેવેટર અને જીજે-13-એટી-1280 નંબરનું ડમ્પર સીઝ કર્યું.બંને વાહનોના માલિક તરીકે વાંકાનેર તાલુકાના ઢુવા ગામના વિજયભાઈ અશોકભાઈ ચારલાનું નામ સામે આવ્યું છે. સીઝ કરાયેલો મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. તેની અંદાજિત કિંમત રૂ.1 કરોડ હોવાનું જણાવાયું છે.બીજી રેડમાં મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર ચાઈના ક્લે ભરીને બિનઅધિકૃત રીતે લઈ જવાતું જીજે-12-બીઝેડ-2300 નંબરનું ડમ્પર સીઝ કરાયું. આ ડમ્પરના માલિક તરીકે મોરબીના વિકાસ પાર્કમાં રહેતા જગદીશભાઈ સામતભાઈ સોલંકીનું નામ સામે આવ્યું છે. ડમ્પર લખધીરપુરના કેવલ સ્ટોન ખાતે રાખવામાં આવ્યું છે. તેની અંદાજિત કિંમત રૂ.40 લાખ હોવાનું જણાવાયું છે.વિભાગ ગેરકાયદે ખનન થયેલા વિસ્તારની માપણી કરશે અને સંબંધિત આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારી કરશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan