Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે:ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે 17 સપ્ટેમ્બરે તક

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 2 views
મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે:ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે 17 સપ્ટેમ્બરે તક
રોજગાર વિનિમય કચેરી - મોરબી દ્વારા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરાયું છે. આ મેળો સવારે ૧૧ વાગ્યે શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે યોજાશે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના અનેક નોકરીદાતાઓ હાજર રહેશે. તેઓ અહીં વિનામૂલ્યે ઉમેદવારોની પસંદગી કરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સારી તક છે. નોનમેટ્રિક, એસએસસી, એચએસસી, આઇટીઆઇ કે સ્નાતકની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ અને બાયોડેટા સાથે હાજર રહેવું. રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ ઉમેદવારો પણ આ ભરતીમેળામાં હાજર રહી શકશે. આ માહિતી મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan