Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

હળવદમાં ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ચોરતી ગેંગ ઝડપાઈ:LCBએ 6 ચોર અને ચોરીનો માલ રાખનાર વેપારી સહિત, રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
હળવદમાં ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ચોરતી ગેંગ ઝડપાઈ:LCBએ 6 ચોર અને ચોરીનો માલ રાખનાર વેપારી સહિત, રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોટરના કોપર કેબલ વાયર ચોરીના ત્રણ બનાવો નોંધાયા હતા. આ ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોરબી LCB પોલીસે તપાસ શરૂ કરી હતી. LCBની ટીમે ઝડપથી કાર્યવાહી કરી. તેમણે હળવદ નજીક વેગડવાવ રોડ પર ડમ્પિંગ સ્ટેશન પાછળની એક અવાવરૂ જગ્યાએથી ચોરી કરતી ગેંગના 6 સભ્યોને પકડ્યા. આ ઉપરાંત, ચોરીનો માલ રાખનાર એક વેપારી સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અજય જીવરાજભાઈ કુંઢીયા, ચેતનભાઈ પરબતભાઈ જાગરીયા, નારાણભાઈ ઉર્ફે હિતેશ વાલજીભાઈ રાઠોડ, રાહુલભાઈ અમરતભાઈ ઉધરેજીયા, પ્રવીણ ઉર્ફે દિનેશ મગનભાઈ ધામેચા અને રાહુલ ઉર્ફે પૂચુ બાબુભાઈ ગોહિલનો સમાવેશ થાય છે. આ બધા હળવદના રહેવાસી છે. ચોરીનો માલ રાખનાર સુનિલભાઈ અજીતભાઈ હળવદીયા (રહે. મોરબી) પણ પકડાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 6,25,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં 37 કિલોગ્રામ કોપર વાયર (કિંમત 48,100 રૂપિયા), એક સફેદ કલરની ક્રેટા કાર (કિંમત 5 લાખ રૂપિયા) અને અન્ય ચોરીઓમાંથી મેળવેલા 60 કિલોગ્રામ કોપર વાયર (કિંમત 78,000 રૂપિયા)નો સમાવેશ થાય છે. આ કામગીરી પછી મોરબી પોલીસે ખેડૂતોને એક સંદેશ જાહેર કર્યો છે. તેમાં ખેતરો અને વાડીઓમાં ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ખુલ્લા ન રાખવા અપીલ કરાઈ છે. પોલીસે જણાવ્યું છે કે શક્ય હોય ત્યાં અંડરગ્રાઉન્ડ અથવા એલ્યુમિનિયમ કેબલનો ઉપયોગ કરવો જોઈએ. કોપર કેબલનો ઉપયોગ ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, વાડી વિસ્તારમાં રાત્રિના સમયે દેખરેખ રાખવા અને કોઈ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ દેખાય તો તરત નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan