Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

કલેક્ટરે પડતર પ્રશ્નોના સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી:મહીસાગરમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 18, 2026 👁 6 views
કલેક્ટરે પડતર પ્રશ્નોના સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી:મહીસાગરમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક
મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિ ભાગ-૨ ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન, કલેક્ટરએ અરજદારોની અરજીઓ, પેન્શન કેસ અને ખાતાકીય તપાસના પડતર કેસોનો સત્વરે અને હકારાત્મક નિકાલ લાવવા માટે તમામ વિભાગીય વડાઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત, જિલ્લાના વિકાસ કાર્યોમાં જ્યાં બે કે તેથી વધુ વિભાગોની સંયુક્ત કામગીરી જરૂરી હોય, ત્યાં તમામ વિભાગોને પરસ્પર સીધું સંકલન જાળવી અડચણો દૂર કરવા અને કામગીરીને વેગ આપવા સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈ પણ પાત્રતા ધરાવતો લાભાર્થી વંચિત ન રહે તે માટે તમામ અમલીકરણ અધિકારીઓને પારદર્શક અને પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા પોલીસ વડા સફીન હસન, નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટા, તમામ પ્રાંત અધિકારીઓ, તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan