top
ખાનગી ક્ષેત્રે નોકરી માટે ટંકારા ITI માં ભરતીમેળો:23 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, 18 થી 35 વર્ષના ઉમેદવારો માટે તક
મોરબીની રોજગાર વિનિમય કચેરી દ્વારા ટંકારા ITI ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરાયું છે. આ ભરતીમેળો ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. સ્થળ રાજકોટ – મોરબી હાઇવે પર રામદેવ પીરના મંદિરની બાજુમાં આવેલી ITI – ટંકારા છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રની ઘણી કંપનીઓ ભાગ લેશે. તેઓ અહીં ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે. ખાનગી નોકરી શોધી રહેલા ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. ઉમેદવારો નોનમેટ્રિક, SSC, HSC, ITI કે સ્નાતક સુધીની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમને પોતાના તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. ઉમેદવારોએ પોતાના ખર્ચે નિર્ધારિત સમયે અને તારીખે ભરતી સ્થળે પહોંચવું. મોરબી જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે કે, જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતીમેળામાં હાજર રહી શકશે.
Read full article on Divya Bhaskar