Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

કચ્છમાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રજાના પ્રશ્નો ઉકેલવા બેઠક:ખેડૂતો, વીજળી, સિંચાઈથી સફાઈ સુધીના મુદ્દા ઉઠ્યા; કલેક્ટરે અધિકારીઓને ઝડપી ઉકેલની તાકીદ કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 19, 2026 👁 1 views
કચ્છમાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રજાના પ્રશ્નો ઉકેલવા બેઠક:ખેડૂતો, વીજળી, સિંચાઈથી સફાઈ સુધીના મુદ્દા ઉઠ્યા; કલેક્ટરે અધિકારીઓને ઝડપી ઉકેલની તાકીદ કરી
કચ્છ જિલ્લામાં વિકાસના કામોને ઝડપ આપવા અને લોકોની રોજિંદી સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવા માટે ભુજમાં કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક થઈ હતી. કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ લોકોના પ્રશ્નો રજૂ કરીને ઝડપી ઉકેલની માંગ કરી હતી. બેઠક દરમિયાન કલેક્ટર અનિલ રાણાવસિયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોને માત્ર કાગળ પર ન રાખતા, સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન કરીને સમયસર ઉકેલ લાવવામાં આવે. કલેક્ટરે લોકહિતને ધ્યાનમાં રાખીને વિકાસના કામોમાં બિનજરૂરી મોડું ટાળવા અને જરૂરી કામગીરીને પ્રાથમિકતા આપવા પર પણ ભાર મૂક્યો હતો. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નખત્રાણા તાલુકાના નિરોણા અને બીબર ગામના ખેડૂતોની જમીનને લગતા પ્રશ્નો સહિત અન્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજ બનાવવી, જાબરી-તલ લૈયારી ડેમ, નખત્રાણા બાયપાસ, કોઠારા એપીએમસી માર્કેટ યાર્ડ, ખેડૂતોના રજિસ્ટ્રેશન, 66 કે.વી. વીજ સબસ્ટેશન જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે જમીનવિહોણા વિચરતી જાતિના પરિવારોને જમીન આપવી, ગૌચર અને સાંથણીની જમીન, વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસ સેવા, આંગણવાડી અને ખેડૂતોના વળતર જેવા પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડાએ સરકારી યોજનાઓની અરજીઓના ઉકેલ ઉપરાંત પાલરધુના વિસ્તારનું રક્ષણ, ખેડૂતોના પ્રશ્નો, જળસ્ત્રોતોમાંથી કાંપ કાઢવો, સિંચાઈ, ખનીજ ખોદકામ, સાંથણીની જમીન અને જમીન માપણીના રેકર્ડ અંગે રજૂઆતો કરી હતી. કલેક્ટરે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા મજબૂત બનાવવા, મિલકતોની આકારણી કરીને રેકર્ડમાં નોંધ કરવા, રખડતા પશુઓ સામે અભિયાન ચલાવવા તેમજ ગામતળ અને પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કેન્દ્રો શરૂ કરવા આયોજન કરવાની સૂચના આપી હતી. સબસ્ટેશન અને નવા ડેમ સહિતના વિકાસના કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાં ઝડપ લાવવા જણાવાયું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan