Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

કારચાલક સામે ફરિયાદ દાખલ:નશામાં ધૂત કારચાલકે પોલીસના બાઇકને ઠોકરે લઇ 200 મીટર સુધી ઢસડતા, બે કોન્સ્ટેબલ ઘાયલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
કારચાલક સામે ફરિયાદ દાખલ:નશામાં ધૂત કારચાલકે પોલીસના બાઇકને ઠોકરે લઇ 200 મીટર સુધી ઢસડતા, બે કોન્સ્ટેબલ ઘાયલ
રાજકોટના જંકશન પ્લોટ મેઇન રોડ પર ગઈકાલે રાત્રે દારૂના નશામાં ધૂત એક બેફામ કારચાલકે પેટ્રોલીંગમાં નીકળેલા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલને બાઇક સહિત ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં બાઇકને આશરે 200 મીટર સુધી રોડ પર ઢસડવામાં આવ્યું હતું જેના કારણે બાઇકને નુકસાન પહોંચ્યું હતું અને બંને પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલકની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઇ ભાભલુભાઇ બોરીચા અને કોન્સ્ટેબલ રીયાઝભાઇ ભીપોત્રા ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ પોતાના બાઇક પર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા દરમિયાન 10.15 વાગ્યા આસપાસ તેઓ જંકશન પ્લોટ મેઇન રોડ પર જંકશન પોલીસ ચોકી નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક પુરપાટ ઝડપે આવતી સ્કોડા કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જનાર કારચાલકની ઓળખ નિપુણકુમાર મદનસિંગ રાજપૂત તરીકે થઇ હતી જે મૂળ ઉત્તરાખંડના દહેરાદૂનનો વતની હોવાનું અને હાલ પડધરી તાલુકાના ડાંગરા ગામે રહીને સોલાર કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં નિપુણકુમાર પોતાના કામ અર્થે આવ્યો હતો અને દારૂનો નશો કરીને પોતાની સ્કોડા કાર જીજે.01.આરવી.1401 અત્યંત બેફામ અને માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી રહ્યો હતો જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને પોલીસ કોન્સ્ટેબલ બાઇક પરથી નીચે પછડાતા તેમને સામાન્ય મૂઢ ઇજાઓ પહોંચી હતી. કારની નીચે બાઇક ફસાઈ જવા છતાં કારચાલકે વાહન ઊભું ન રાખતા બાઇકને આશરે 200 મીટર સુધી ઢસડી ગયો હતો. આ બનાવને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આગળ જઈને ઊભી રહી ગયેલી કારમાંથી ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેના મોંમાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી તેણે નશો કર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું હાલ પ્રદ્યુમન નગર પોલીસે આરોપી નિપુણકુમાર સામે દારૂ પીને બેફામ વાહન ચલાવવા, અકસ્માત સર્જી ઇજા પહોંચાડવા અને મિલકતને નુકસાન પહોંચાડવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan