politics
જયશંકરે ભૂતાનને 43 જર્સી ગાયો ભેટ આપી આ અસામાન્ય ભેટ પાછળ રહસ્ય રહેલું છે
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ભૂતાનની મુલાકાત લીધી હતી. તેમણે થિમ્પુમાં વડાપ્રધાન અને મહારાજાને મળી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા ચર્ચા કરી. જયશંકરે ભૂમથાંગ ખાતે ભૂતાનના ડેરી ઉદ્યોગને વેગ આપવા 43 જર્સી ગાયો ભેટ આપી. આ પહેલથી 40,000 જેટલા ખેડૂતોને લાભ થશે. ભારતે ભૂતાનને રેલવેથી જોડવા ₹4000 કરોડનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે, જે ચીનના પ્રભાવ સામે મહત્વપૂર્ણ છે.
Read full article on Gujaratsamachar