crime
Junagadh : ભેંસાણમાં SMCનો સપાટો, ફાર્મ હાઉસમાંથી 1.22 કરોડનો દારૂ ઝડપાયો, 15 સામે ગુનો
જુનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરાળી ગામે પ્રકાશ ખુમાણના ફાર્મ હાઉસમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની 1,015 પેટીઓ જપ્ત કરવામાં આવી છે. 26,519 બોટલનો જથ્થો મળી આવ્યો SMCની રેડ દરમિયાન કુલ 26,519 બોટલ દારૂ-બીયર મળી આવ્યો હતો. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ. 1,22,20,967 હોવાનું સામે આવ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત 3 વાહન અને 3 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,53,47,467નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 15 આરોપીઓ સામે ગુનો નોંધાયો સમગ્ર મામલે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પ્રકાશ ધુશાભાઈ ખુમાણ અને જયવિર ધુશાભાઈ ખુમાણની ધરપકડ કરી છે. 13 આરોપીઓ વોન્ટેડ જાહેર રવિરાજ દાનભાઈ ખાચર, જયેન્દ્ર જીલુભાઈ બસિયા અને શિવરાજસિંહ શેખાવત સહિત 13 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં રવિરાજ ઉર્ફે ઘુઘો ધાંધલ, પૃથ્વી ઉર્ફે ભૈકો ધાંધલ, મિત બાવાજી, રાહુલ વાળા અને શન્નીનો પણ સમાવેશ થાય છે. સપ્લાયર સુધી પહોંચવા તપાસ SMC દ્વારા ઝડપાયેલા વાહનોના માલિક-ચાલક સહિત અન્ય 5 આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના સપ્લાયર કોણ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે SMC અને ભેંસાણ પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો : Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video
Read full article on Sandesh