top
જાંબુડી ગામે 50 લાખથી વધુના 5 વિકાસકામનું લોકાર્પણ:હિંમતનગરના ધારાસભ્ય અને સાંસદની હાજરીમાં ગામલોકોને મળી નવી સુવિધાઓ
હિંમતનગર તાલુકાના જાંબુડી ગામે આજે અંદાજે 50 લાખ રૂપિયાના ખર્ચે પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે થયું. આ વિકાસકાર્યોમાં અંદાજે 30 લાખ રૂપિયાના ખર્ચે બનેલું પ્રાથમિક આરોગ્ય મંદિર, જાંબુડી જૂથ પ્રાથમિક શાળાના નવા 6 ઓરડા, શાળામાં 3 લાખ રૂપિયાનો નવો શેડ, 1 લાખ રૂપિયાના ખર્ચે બનેલો પાણીનો બોર અને 3 લાખ રૂપિયાના ખર્ચે બનેલો 200 મીટરનો નવો રોડ સામેલ છે. આ પ્રસંગે હાજર રહેલા તમામ આગેવાનોએ 'એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ વધુ મજબૂત બને અને લોકોને તેનો સીધો લાભ મળે તે માટે વિકાસકાર્યોને સતત વેગ આપવામાં આવી રહ્યો છે. જાંબુડી ગામે થયેલા આ વિકાસકાર્યોથી ગ્રામજનોને વધુ સારી અને સુવિધાયુક્ત સેવાઓ મળશે. આ પ્રસંગે પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, સાબરકાંઠા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન દક્ષાબેન પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ નારણભાઈ પટેલ, જિલ્લા સદસ્ય હિમાંશુભાઈ નિનામા, જિલ્લા ઉપપ્રમુખ દિલીપસિંહ મકવાણા, તાલુકા સદસ્ય જગતસિંહ મકવાણા, તાલુકા સદસ્ય વાલજીભાઈ દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર રાજેશભાઈ પટેલ, મેડિકલ ઓફિસર ડૉ. કોમલબેન પરમાર, તાલુકા હેલ્થ વિઝીટર નયનાબેન પટેલ, જાંબુડી સરપંચ ગીતાબેન મનુભાઈ રબારી, ડેપ્યુટી સરપંચ પોપટભાઈ પટેલ, જાંબુડી પ્રાયમરી સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, પ્રાથમિક આરોગ્ય મંદિરના કર્મચારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar