Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

જામનગરમાં ચોરાયેલી મોટરસાઈકલ સાથે શખ્સ પકડાયો:સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બેડેશ્વર પુલ નીચેથી 10 હજારની બાઈક કબજે કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 27, 2026 👁 2 views
જામનગરમાં ચોરાયેલી મોટરસાઈકલ સાથે શખ્સ પકડાયો:સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બેડેશ્વર પુલ નીચેથી 10 હજારની બાઈક કબજે કરી
જામનગરમાં વાહનચોરી રોકવા પોલીસે કાર્યવાહી કરી છે. સિટી 'બી' ડિવિઝન પોલીસે બેડેશ્વર પુલ નીચેથી ચોરાયેલી મોટરસાઈકલ સાથે 22 વર્ષીય હુશેન સતારભાઈ પલેજાને પકડ્યો છે. આ સાથે પોલીસે ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. ટી.વી.એસ. સ્કુટી પેપ પ્લસ (GJ-10-AR-3669) નામની કાળા રંગની મોટરસાઈકલ બેડેશ્વર પુલ નીચેના સેલ્ટર હોમ પાસેથી ચોરાઈ હતી. આ અંગે સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બાતમીના આધારે પોલીસે આરોપી હુશેન પલેજાને બેડેશ્વર એકડે-એક વિસ્તારમાંથી ઝડપી લીધો. તેની પાસેથી ચોરાયેલી મોટરસાઈકલ મળતા, ચેસીસ અને એન્જિન નંબરની ખરાઈ કરાઈ હતી. પૂછપરછમાં આરોપીએ ચાર દિવસ પહેલા મોટરસાઈકલ ચોરી કર્યાની કબૂલાત કરી. પોલીસે 10,000 રૂપિયાનું વાહન જપ્ત કરી તેની ધરપકડ કરી છે. પી.આઈ. એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડે આ કામગીરી કરી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan