politics
જ્ઞાનેશ કુમાર : ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ થી મુખ્ય ચૂંટણી કમિશનર સુધી, IAS ઓફિસરની કરિયર અને વિવાદ
Gyanesh Kumar IAS Career : ચૂંટણી પંચ પર ઈન્ડિયન એક્સપ્રેસના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ બાદ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી પંચના પ્રમુખ તરીકે તેમનો લગભગ 19 મહિનાનો કાર્યકાળ ઘણા વિવાદાસ્પદ છે. જ્ઞાનેશ કુમાર પ્રથમ ચૂંટણી કમિશનર છે, જેની નિમણુંક ચૂંટણી પંચના પ્રમુખની પસંદગીની પ્રણાલીમાં ફેરફાર કરનાર વિવાદાસ્પદ કાયદાના અમલીકરણ બાદ થઇ છે. હવે પસંદગી સમિતિમાં ઉપર સરકારનું વધારે નિંયંત્રણ છે. જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન ઘણા રાજ્યોમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ઘણો વિવાદ થયો હતો. કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી દળો વારંવાર કુમાર પર શાસક પક્ષના ફાયદા માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જો કે, મુખ્ય ચૂંટણી કમિશનરે આ આરોપોને નકારી કાઢ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત તેમની જાણ બહાર લીધેલા નિર્ણયો સામે ઔપચારિક વાંધો ઉઠાવ્યો છે. ત્રણ સભ્યોના ચૂંટણી પંચના બે સભ્યોએ કેબિનેટ સચિવને પત્ર લખીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. આ અહેવાલે ચૂંટણી પંચની કામગીરીમાં પારદર્શિતાના અભાવનો પર્દાફાશ કર્યો છે. જ્ઞાનેશ કુમાર: કેરળથી કાશ્મીર અને પછી અયોધ્યા જ્ઞાનેશ કુમાર એક એવા અધિકારી તરીકે જાણીતા છે જેમણે મોદી સરકારનો વિશ્વાસ જીત્યો છે. તેઓ કેરળ કેડરના 1988 બેચના ભારતીય વહીવટી સેવા ((IAS) અધિકારી છે. ચૂંટણી પંચની વેબસાઈટ પરની તેમની પ્રોફાઇલ અનુસાર, તેમણે આઈઆઈટી-કાનપુરમાંથી બીટેક કર્યું છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પર્યાવરણીય અર્થશાસ્ત્રનો કોર્સ કર્યો છે. વર્ષ 1990માં જ્ઞાનેશ કુમારની પ્રથમ નિમણુંક કેરળના પથનમથિટ્ટામાં સબ કલેક્ટર તરીકે કરવામાં આવી હતી. આ પછી તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામગીર કરી હતી. વર્ષ 2012માં તેઓ દિલ્હીમાં કેરળ હાઉસના રેસિડેન્ટ કમિશનર બન્યા હતા. જ્ઞાનેશ કુમારની વહીવટી કારકિર્દીએ મોટો વળાંક લીધો, જ્યારે તેમને મે 2016માં આ પદ પરથી હટાવીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાશ્મીર વિભાગમાં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા. તે સમયે ગૃહ મંત્રાલયની જવાબદારી રાજનાથ સિંહની હતી. આ તે સમયગાળો હતો જ્યારે ખીણમાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીની આગેવાની હેઠળ આતંકવાદની નવી લહેર જોવા મળી હતી. તે સમયે જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર હતી. 2019માં અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ જ્ઞાનેશ કુમારને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ કાયદા દ્વારા જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતું અને કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. ભાજપના જૂના વૈચારિક એજન્ડામાં આ એક મુખ્ય મુદ્દો હતો. કલમ 370 રદ થયા પછી કાશ્મીરની પરિસ્થિતિને સંભાળવામાં જ્ઞાનેશ કુમારની ભૂમિકાએ તેમને અમિત શાહનો વિશ્વાસ મેળવવામાં મદદ કરી હોવાનું કહેવાય છે. આ પછી તેમને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની દેખરેખ રાખતું હતું. 2020માં જ્ઞાનેશ કુમારની કારકિર્દી અટકી ગઈ હતી. સરકારે 1988ની બેચના 24 IAS અધિકારીઓને સચિવ પદ માટે નિયુક્ત કર્યા હતા, પરંતુ તેમાં તેમનું નામ નહોતું. જો કે, તેઓ ફેબ્રુઆરી 2021માં વાપસી થઇ અને તેમને સંસદીય બાબતોના મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યા હતા. આ પછી અમિત શાહે તેમના નેતૃત્વ હેઠળના નવા સહકારિતા મંત્રાલયમાં પણ તેમને જવાબદારી સોંપી હતી. જમ્મુ કાશ્મીરમાં કામ કરી ચૂકેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્ઞાનેશ કુમારે પોતાની મહેનત અને સમજણથી લોકો પર પ્રભાવ પાડ્યો છે, પરંતુ સૌથી મહત્વની બાબત તેમની વહીવટી સમજણ હતી. "તે હંમેશાં સ્પષ્ટપણે સમજતા હતા કે તેમણે માથું નમાવવું પડશે અને ઉપરથી આદેશોનો અમલ કરવો પડશે. તે બિનજરૂરી રીતે દેખાડો કરતા ન હતા. તેથી જ નેતૃત્વને તે પસંદ આવ્યા છે.” ગૃહ મંત્રાલયમાં જ્ઞાનેશ કુમારની સાથે આવેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની સૌથી અગત્યની બાબત એ છે કે દરેક બાબતો પર તેમનું ઝીણવટપૂર્વક ધ્યાન આપવું. "તેમણે ક્યારેય બાબતો અન્ય લોકો પર છોડી ન હતી, તે સંપૂર્ણ રીતે સામેલ હતા... 5 ઓગસ્ટ, 2019 પછીના સમયગાળામાં, અમે દબાણ હેઠળ કામકાજ પૂર્ણ કરવાની તેની ક્ષમતા પણ જોઈ. આવું હોવા છતાં, તે હંમેશાં તેના સાથીદારો સાથે આરામદાયક અને સહજ રહેતા હતા. મેં તેને ક્યારેય ગુસ્સે થતા જોયા નથી. ” જ્ઞાનેશ કુમારની બે દીકરીઓ પણ સરકારી નોકરીમાં છે. તેમાંથી એક IAS અધિકારી છે અને બીજો IRS અધિકારી છે. બંનેએ IAS અધિકારી સાથે લગ્ન કર્યા છે. નિવૃત્તિ બાદ ચૂંટણી પંચની જવાબદારી જાન્યુઆરી 2024માં નિવૃત્ત થયાના બે મહિના કરતા ઓછા સમયમાં, જ્ઞાનેશ કુમારને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂકની જાહેરાત 15 માર્ચ, 2024ના રોજ કરવામાં આવી હતી અને બીજા જ દિવસે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે વર્ષે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ હતી. જ્ઞાનેશ કુમારે હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીની ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો. ચૂંટણી પંચમાં સૌથી વરિષ્ઠ અધિકારી હોવાને કારણે કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બનશે તેવી અપેક્ષા હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા નિયમને ધ્યાનમાં રાખીને, તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળવાના ઘણા મહિના પહેલા અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરી હતી. આખરે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર પદે નિમણુંક મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા બાદ જ્ઞાનેશ કુમારના પ્રારંભિક આદેશોમાંનો એક એ હતો કે ચૂંટણી ગૃહના તમામ કર્મચારીઓએ બાયોમેટ્રિક મશીન દ્વારા તેમની હાજરી ફરજિયાત નોંધાવવી ફરજિયાત કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેઠકોમાં ઉગ્ર દલીલો પણ સામાન્ય બની ગઇ હતી. આ તેમના પુરોગામી રાજીવ કુમારથી અલગ પરિસ્થિતિ હતી. ત્યાર પછી SIR મુદ્દો આવ્યો, જેના વિશે દેશભરમાં વિવાદ થયો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે દેશભરની ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય તે માટે મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવી રહ્યા છે. વિપક્ષના આક્ષેપો પર ચૂંટણી પંચના પ્રતિક્રિયા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર તેની સક્રિયતા વધારી હતી અને વિપક્ષના આક્ષેપોને "ગેરમાર્ગે દોરનાર" ગણાવ્યા હતા. જ્ઞાનેશ કુમારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પડકાર આપ્યો હતો કે તેઓ તેમના "મત ચોરી" ના આરોપ સાબિત કરે અથવા "દેશની માફી" માંગે.’ ઘણા લોકો માટે આ તેવા અધિકારી હતા જે તેમના જુના દિવસોથી ઘણા બદલાઈ ગયા હતા. પહેલાં તેના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા હતા અને મહેમાન જ્યાં સુધી તેઓ કાહવા ન પીવો ત્યાં સુધી જવા દેતા ન હતા. શિયાળામાં મહેમાનોને આ પરંપરાગત કાશ્મીરી પીણું ઉષ્માભેર આપવું એ તેમના આતિથ્યનો એક ભાગ હતો. ચૂંટણી પંચના નવા સોફ્ટવેર પર વિવાદ: ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓ પાસેથી મતદાર યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર છીનવાયો ચૂંટણી પંચની નવી ડિજિટલ સિસ્ટમ ECINet સાથે મતદાર યાદીના કેન્દ્રીકરણને લઈને ગંભીર વિવાદ ઉભો થયો છે. બે ચૂંટણી કમિશનરોએ ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓની સત્તા મર્યાદિત કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે કેબિનેટ સચિવને ફરિયાદ કરી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
Read full article on The Indian Express