Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

હોસ્પિટલ સહિત ઔધોગિક એકમોની કેન્ટિનમાં ચેકીંગ, એક યુનિટ બંધ કરાવાયું:પાલિકાની ખોરાક શાખાએ 5 ને નોટિસ ફટકારી, 20 હજારનો દંડ વસૂલાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
હોસ્પિટલ સહિત ઔધોગિક એકમોની કેન્ટિનમાં ચેકીંગ, એક યુનિટ બંધ કરાવાયું:પાલિકાની ખોરાક શાખાએ 5 ને નોટિસ ફટકારી, 20 હજારનો દંડ વસૂલાયો
વડોદરા મહાનગરપાલિકાના ખોરાક શાખા વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ સીનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ટીમ દ્વારા અટલાદરા, માણેજા, હરણી-વારસિયા રિંગ રોડ, વી.આઈ.પી. રોડ, વૃંદાવન ચાર રસ્તા, આજવા રોડ, વૈકુંઠ ચાર રસ્તા અને ઝવેરનગર જેવા વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 1 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ યુનિટ અને સરકારી, અર્ધસરકારી, પ્રાઈવેટ શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તથા ઔદ્યોગિક એકમોની 11 કેન્ટીન મળીને કુલ 12 જેટલા યુનિટોનું વિગતવાર ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું. 4 યુનિટોને શીડ્યુલ-4 ની નોટિસ ફટકારાઈ આ તપાસ દરમિયાન ટીમ દ્વારા શંકાસ્પદ જણાયેલા ખાદ્યપદાર્થો જેવા કે ચા, હળદર પાવડર, મરચા પાવડર, તુવેરદાળ અને મગદાળના કુલ 5 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ અર્થે ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન 4 યુનિટોને શીડ્યુલ-4 ની નોટિસ પાઠવવામાં આવી હતી, જ્યારે 1 યુનિટને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. 20,000 નો દંડ વસૂલાયો તપાસમાં અસ્વચ્છતા જોવા મળતા અને અપ્રમાણિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ વોર્ડની ટીમ સાથે મળીને રૂ. 20,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો, તેમજ લાયસન્સ વગર ચાલતા એક યુનિટને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યું હતું. પ્રાણાયામ લંગ હોસ્પિટલની કેન્ટીનને સીલ મરાયું ચોક્કસ સ્થળોની વાત કરીએ તો, હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલ બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની કેન્ટીનમાં ડોક્યુમેન્ટેશન સંદર્ભે શીડ્યુલ-4ની નોટિસ આપવામાં આવી હતી. વી.આઈ.પી. રોડ પર આવેલ પ્રાણાયામ લંગ હોસ્પિટલ (લિયો હોસ્પિટાલિટી એન્ડ બેવરેજીસ)ની કેન્ટીનમાં અનહાઈજેનિક કન્ડિશન અને જરૂરી કાગળો ન હોવાથી શીડ્યુલ-4 ની નોટિસ ફટકારાઈ હતી અને માન્ય લાયસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવાના કારણે આ યુનિટ સીલ કરીને બંધ કરાવવામાં આવ્યું હતું. માધવ કાઠીયાવાડી રેસ્ટોરન્ટને 20,000નો દંડ આજવા રોડ પરની મારૂતિનંદન બોય્સ હોસ્ટેલની કેન્ટીનમાં પણ અસ્વચ્છતા અને ડોક્યુમેન્ટેશનના અભાવે નોટિસ અપાઈ હતી. આ ઉપરાંત, ઝવેરનગર ચાર રસ્તા પાસે આવેલ માધવ કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ નોટિસ સાથે રૂ. 20,000 નો દંડ ફટકારાયો હતો. બીજી તરફ, વડોદરા શહેરના હોટલ-રેસ્ટોરન્ટ અને મીઠાઈ-ફરસાણના વેપારીઓને અજાણ્યા ઈસમો દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસરના નામે ફોન કરીને રેડ કે ચેકિંગના બહાને નાણાં પડાવવાની મૌખિક ફરિયાદો મળી છે. આ અંગે પાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા કોઈપણ શંકાસ્પદ કોલ કે મેસેજ આવે તો નાણાંની લેવડદેવડ કરવી નહીં અને તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. જો કોઈ વેપારી આવી રીતે ઓનલાઈન કે રોકડ નાણાં આપશે તો તેની તમામ જવાબદારી વેપારીની રહેશે. પાલિકા તંત્ર દ્વારા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને આવા ઠગબાજોથી સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan