top
હિરાસર - ગોંડલ સિક્સલેન બાયપાસ મામલે વિવાદ:રાજકોટ કલેકટરે કહ્યું - 43 કિ.મી. લાંબા હાઈવે પર એલિવેટેડ કોરિડોર નથી બનવાનો, ખેડૂતોને યોગ્ય વળતર મળશે
હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા હિરાસર એરપોર્ટથી ગોંડલ હાઈવે (ભરૂડી ગામ) સુધી એક નવો 43 કિલોમીટર લાંબો સિક્સલેન ગ્રીનફિલ્ડ બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ફેલાયેલી અલગ અલગ અફવાઓ મામલે કલેક્ટરે સ્પષ્ટતા કરી કે એલિવેટેડ કોરિડોર બનાવવાનું સત્તાવાર રીતે કઈ જાહેર થયું નથી. આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટ્સની માફક ખેડૂતોને વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સંપાદિત જમીનની સામે અન્ય જગ્યાએ જમીનની કોઈ જોગવાઈ ન હોવાની સ્પષ્ટતા કરી હતી. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, અત્યાર સુધી જીએમએસ પ્રક્રિયા અંતર્ગત જેટલા પણ ગામડાઓ અને ખેડૂતો આવ્યા છે. તે તમામ સાથે યોગ્ય સમજૂતી કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હજુ સુધી એલિવેટેડ કોરિડોર અંગેની જે પણ કરવામાં આવી રહી છે તેવું કોઈ પણ ઓફિશિયલ નક્કી થઈને નથી આવ્યું. આ અંગે અંતિમ નિર્ણય એનએચઆઈ દ્વારા જ લેવામાં આવશે. એલિવેટેડ કોરિડોર સામાન્ય રીતે એક્સપ્રેસ વે પર બનતો હોય છે અને તે નાણાકીય દૃષ્ટિએ પણ ખૂબ મોંઘો હોય છે. જેથી હાલ તબક્કે તેની શક્યતાઓ ઘણી ઓછી જણાય છે. છતાં અંતિમ નિર્ણય એનએચઆઈ જ લેશે. તેમણે જણાવ્યું કે, કોઈપણ રોડ પ્રોજેક્ટ અથવા એનએચઆઈના પ્રોજેક્ટમાં નિયમ મુજબ રોડ ભલે 7 મીટરનો હોય, પરંતુ ભવિષ્યના એક્સપાન્શનને ધ્યાનમાં રાખીને તેની આજુબાજુ વધારાની જગ્યાનું સંપાદન થતું હોય છે, જેને આરઓડબલ્યુ કહેવામાં આવે છે. ખેડૂતોને આ અંગે પણ પૂરતી સમજૂતી આપવામાં આવી છે.વળતર અને જમીન સંપાદનની પદ્ધતિ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે અત્યાર સુધી જેટલા પણ રોડ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થયા છે. તે જ પ્રચલિત વળતરની પદ્ધતિ આમાં પણ અપનાવવામાં આવશે. આમાં કોઈ નવી વળતર પદ્ધતિ અપનાવવામાં આવનાર નથી. જમીન સંપાદન પ્રોજેક્ટમાં ક્યારેય પણ અન્ય જગ્યાએ જમીન કે કોમ્પેન્સેટરી લેન્ડ એલોકેશનની કોઈ જોગવાઈ હોતી નથી. જ્યાંથી રોડ પસાર થશે ત્યાં જ જમીન સંપાદન કરવામાં આવશે. હાલમાં સર્વેની કામગીરી ઓનગોઈંગ છે. જે એનએચઆઈ અને ડીએલઆર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar