Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

હિંમતનગર નજીક મેમુ ટ્રેનની અડફેટે ગાય આવી:ટેક્નિકલ ખામી સર્જાતા 42 મિનિટ ઉભી રહી, સ્ટેશન પર 50 મિનિટ મોડી પહોંચી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
હિંમતનગર નજીક મેમુ ટ્રેનની અડફેટે ગાય આવી:ટેક્નિકલ ખામી સર્જાતા 42 મિનિટ ઉભી રહી, સ્ટેશન પર 50 મિનિટ મોડી પહોંચી
હિંમતનગરના ધાણધા રેલવે ફાટક પાસે ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ મેમુ ટ્રેનની અડફેટે ગાય આવી ગઈ હતી. આ કારણે ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને તે 42 મિનિટ સુધી ઉભી રહી હતી. ખામી દૂર થયા બાદ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર 50 મિનિટ મોડી પહોંચી હતી. વેસ્ટર્ન રેલવે દ્વારા ભાદરવી મેળા માટે અસારવા-ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ મેમુ ટ્રેન 19 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે, જે 1 ઓક્ટોબર સુધી ચાલશે. મંગળવારે સાંજે ખેડબ્રહ્માથી અસારવા જતી આ મેમુ ટ્રેન ધાણધા રેલવે ફાટક નજીક ગાય અને ભૂંડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગાય અને ભૂંડના મોત થયા હતા, જેના કારણે ટ્રેનમાં ટેક્નિકલ ખામી આવી હતી. ટ્રેન સાંજે 4.28 થી 5.10 વાગ્યા સુધી, એટલે કે લગભગ 42 મિનિટ સુધી ઉભી રહી હતી. ટેક્નિશિયનોએ આવીને ખામી દૂર કરી હતી. આ કારણે ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર તેના નિર્ધારિત સમય 4.25 વાગ્યાને બદલે સાંજે 5.15 વાગ્યે પહોંચી, જે લગભગ 50 મિનિટનો વિલંબ હતો. અકસ્માતને કારણે રેલવે ફાટક બંધ હોવાથી ટ્રાફિક જામ પણ થયો હતો. બાદમાં ફાટક ખોલી દેવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan