Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

હિંમતનગર નજીક કારે 7 પદયાત્રીઓને ઉલાળ્યાં, ટોળાએ કાર સળગાવી:હિટ એન્ડ રન સર્જી કારચાલક ભાગ્યો, રોષે ભરાયેલા ટોળાએ આગચંપી કરી, SP સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
હિંમતનગર નજીક કારે 7 પદયાત્રીઓને ઉલાળ્યાં, ટોળાએ કાર સળગાવી:હિટ એન્ડ રન સર્જી કારચાલક ભાગ્યો, રોષે ભરાયેલા ટોળાએ આગચંપી કરી, SP સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે
સાબરકાંઠાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે એક કારે પદયાત્રીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચથી સાત લોકો અડફેટે આવ્યા હતા. પદયાત્રીઓને ટક્કર માર્યા બાદ કાર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જોઈને રોષે ભરાયેલા સ્થાનિકો અને ટોળાએ કારને રોકી લીધી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં કાર ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, ગ્રામ્ય, બી ડિવિઝન અને એલસીબી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ફોરલેન હાઈવે પર જાહેરનામું હોવા છતાં બેફામ વાહનો દોડતા હોવાથી પદયાત્રીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan