Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાની આગેવાનીમાં સમીક્ષા બેઠક:GST, મોંઘવારી, રફ ડાયમંડ અને અમેરિકી ટેરિફ અંગે સરકારને ઘેરી; ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોના નામ ચર્ચાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાની આગેવાનીમાં સમીક્ષા બેઠક:GST, મોંઘવારી, રફ ડાયમંડ અને અમેરિકી ટેરિફ અંગે સરકારને ઘેરી; ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોના નામ ચર્ચાયા
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાના અમદાવાદ પ્રવાસ દરમિયાન રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી, ઉમેદવારોની પસંદગી અને પ્રદેશ સંગઠનના નવા માળખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકાર પરિષદને સંબોધતા સુરજેવાલાએ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ટેરિફ અને મોંઘવારીના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ગાંધીનગર મનપા ચૂંટણી અને સંગઠન માળખા પર ચર્ચા એરપોર્ટ પર ઉષ્માભર્યા સ્વાગત બાદ રાજીવ ગાંધી ભવન ખાતે સિનિયર નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો અને સંગઠનના નવા માળખા અંગે ચર્ચા થઈ હતી. સહપ્રભારીઓએ પક્ષની સ્થિતિ અંગે રિપોર્ટ સોંપ્યો અગાઉની બેઠકની સૂચના મુજબ સહપ્રભારીઓ દ્વારા પક્ષની પ્રવર્તમાન સ્થિતિ અંગેનો વિગતવાર રિપોર્ટ પ્રભારીને સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે આગામી કાર્યક્રમોની આયોજનબદ્ધ રૂપરેખા તૈયાર કરાશે. અમેરિકી ટેરિફથી મોરબી-સુરતના ઉદ્યોગો પર સંકટની ભીતિ સુરજેવાલાએ જણાવ્યું કે અમેરિકા દ્વારા 100 ટકા ટેરિફ લગાવાતાં મોરબી અને સુરતના ડાયમંડ ઉદ્યોગને તાળા વાગવાની સ્થિતિ સર્જાશે. રશિયાથી રફ ડાયમંડની આયાત પર અસરો પડતાં વેપાર ઠપ થઈ શકે છે. કેન્દ્ર સરકારના મૌન સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા નાના દેશો રાષ્ટ્રહિતમાં અમેરિકા સામે અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકાર મૌન ધરીને બેઠી હોવાનો આક્ષેપ કરાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલ અને ગેસની આયાત બાબતે પણ સરકારે વલણ સ્પષ્ટ કરવું જોઈએ. GST અને બુલંદ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી GST ઉત્સવ મનાવવા છતાં સામાન્ય નાગરિકોને કોઈ લાભ મળ્યો નથી અને તમામ વસ્તુઓ મોંઘી થઈ છે. કંપનીઓએ ફાયદો મેળવ્યો છે ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પાસે મોંઘવારી અંગે જવાબ માગ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan