politics
ગુજરાત ભાજપમાં પ્રભારીની ટીમ:તરુણ ચૂઘને ગુજરાતના પ્રભારીની જવાબદારી, અજય મહાવર અને ગોમતી સાઈ સહપ્રભારી; દર્શના જરદોશને દિલ્હીની જવાબદારી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પ્રભારી-સહપ્રભારીઓની નવી નિમણૂક જાહેર કરી છે. ગુજરાત માટે તરુણ ચૂઘને પ્રભારી તરીકે જવાબદારી આપવામાં આવી છે. જ્યારે અજય મહાવર અને ગોમતી સાઈને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. વર્ષા દોશીને સંઘ પ્રદેશોની જવાબદારી ભાજપે ગુજરાતના નેતાઓને પણ મહત્વની જવાબદારી સોંપી છે. વર્ષા દોશીને દાદરા-નગર હવેલી, દમણ-દીવ સહિતના સંઘ પ્રદેશોની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુરતના નેતા દર્શના જરદોશને દિલ્હી ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત માટે ત્રણ સભ્યોની ટીમ પ્રભારી: તરુણ ચૂઘ સહપ્રભારી: અજય મહાવર સહપ્રભારી: ગોમતી સાઈ આ નિમણૂકોને આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે. પ્રભારીઓ રાજ્ય સંગઠન, નેતાઓ સાથે સંકલન અને ચૂંટણીલક્ષી તૈયારીઓમાં મહત્વની ભૂમિકા ભજવશે.
Read full article on Divya Bhaskar