crime
Gujaratમાં રાજકીય પાર્ટીઓના નામે કરોડોના બોગસ ડોનેશનનું કૌભાંડ! CID ક્રાઇમની તપાસ તેજ
ગુજરાતમાં રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના છેતરપિંડીના મામલે CID ક્રાઇમે સઘન તપાસનો દોર શરૂ કર્યો છે. આ સમગ્ર કૌભાંડમાં CID ક્રાઇમ ખાતે કુલ 4 જેટલી ફરિયાદો નોંધાઈ છે, જેમાં આશરે રૂ.680 કરોડનું બહુચર્ચિત નુકસાન પહોંચાડાયાનું સામે આવ્યું છે. વર્ષ 2022-23 દરમિયાન આવકવેરા (ઈનકમ ટેક્સ) વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડા અને કડક કાર્યવાહી બાદ આ મોટો આર્થિક પર્દાફાશ થયો છે. આરોપીઓની મિલકતો-ખાતાં અંગે પણ તપાસ આ મામલે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ તમામ રજિસ્ટર્ડ રાજકીય પાર્ટીઓમાંથી એક પણ પક્ષ વાસ્તવમાં સક્રિય ન હોવા છતાં તેમના ખાતાઓમાં કરોડો રૂપિયાનું દાન અને ફંડ મેળવવામાં આવ્યું હતું. આ નાણાકીય ગોટાળા અંગે આવકવેરા વિભાગે સોંપેલા દસ્તાવેજો, વિવિધ આંગડિયા પેઢીઓ દ્વારા કરાયેલા હવાલા અને બેંક ખાતાઓની રસીદોના આધારે CID ક્રાઇમની ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. વ્યવહાર કરનારા ફરાર આરોપીઓની શોધખોળ CID ક્રાઇમ દ્વારા આ નિષ્ક્રિય પોલિટિકલ પાર્ટીઓના નામે નાણાકીય વ્યવહારો અને ગેરરીતિઓ આચરનારા મુખ્ય સૂત્રધારો સામે લાલ આંખ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં સામેલ અને હાલ પોલીસ પકડથી દૂર ભાગતા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન અને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આવકના સ્ત્રોત અને નાણાં ક્યાં ડાયવર્ટ કરાયા તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh