Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગોધરામાં ત્રણ અલગ ઘટનાઓ: બસ સ્ટેશન પર 9 લાખની ચોરી:અજાણ્યા પ્રૌઢનું મોત અને ગણપતિ પંડાલ બહારથી મોબાઈલ ગુમ થવાની ઘટના

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 24, 2026 👁 1 views
ગોધરામાં ત્રણ અલગ ઘટનાઓ: બસ સ્ટેશન પર 9 લાખની ચોરી:અજાણ્યા પ્રૌઢનું મોત અને ગણપતિ પંડાલ બહારથી મોબાઈલ ગુમ થવાની ઘટના
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ચોરી, અજાણ્યા પ્રૌઢનું મોત અને મોબાઈલ ખોવાઈ જવા અંગેની ત્રણ અલગ ઘટનાઓ સામે આવી છે. ભુરાવાવ બસ સ્ટેશન પરથી મુસાફર મહિલાના પર્સમાંથી ₹ 9.05 લાખના કિંમતી દાગીના તથા રોકડની ચોરી થઈ છે. બીજી તરફ પોલીસ સ્ટેશન બહારથી મળી આવેલા અજાણ્યા વડીલનું સારવારમાં મોત નિપજ્યું છે, જ્યારે ગણપતિ પંડાલ પાસેથી યુવકનો મોબાઈલ ગુમ થતા પોલીસે તમામ મામલે તપાસ હાથ ધરી છે. બસ સ્ટેશન પર ₹ 9.05 લાખની મોટી ચોરી ગોધરા ભુરાવાવ બસ સ્ટેશન પર ભીડનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા શખ્સે મહિલાના થેલામાંથી ₹ 9.05 લાખની કિંમતનું પર્સ ચોરી લીધું હતું. હિંમતનગર જવા નીકળેલી મહિલાના પર્સમાં સોનાનું મંગળસૂત્ર, મગમાળા, 3 સોનાની વીંટીઓ અને રોકડ રકમ મૂકેલી હતી. આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. સારવાર દરમિયાન અજાણ્યા પ્રૌઢનું નીપજ્યું મોત ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહારથી અત્યંત ખરાબ હાલતમાં મળી આવેલા અજાણ્યા પ્રૌઢનું વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 17 સપ્ટેમ્બરના રોજ તેમને સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. જ્યાં 23 સપ્ટેમ્બરે તેમનું અવસાન થતાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી મૃતકના વારસદારોની શોધખોળ હાથ ધરી છે. ગણપતિ પંડાલ બહારથી મોબાઈલ ગુમ થયો ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં ગણપતિ પંડાલ બહારથી 22 વર્ષીય વિદ્યાર્થીનો ₹ 17 હજારની કિંમતનો મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે. દેવગઢ બારિયાના હેત સોની 17 સપ્ટેમ્બરની રાત્રે શિવ ગંગા ગ્રુપના પંડાલ પાસે હતા ત્યારે તેમનો ફોન પડી ગયો હતો. શોધખોળ છતાં ફોન ન મળતા ગોધરા શહેર એ ડિવિઝન ખાતે જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan