politics
ગોધરા સિવિલ હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો:‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત, સાંસદ ડો. જશવંતસિંહ પરમાર રહ્યા હાજર
ગોધરા સિવિલ હોસ્પિટલમાં 'સેવા મેરા યોગદાન' અભિયાન હેઠળ એક મોટો મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવા અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂરા થવાની ઉજવણી નિમિત્તે કરાયો હતો. આ મેગા મેડિકલ કેમ્પમાં રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. તેમણે સેવાકાર્યમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત, પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતા 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ ગોધરા સિવિલ હોસ્પિટલના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ વૃક્ષારોપણ દ્વારા માતૃશક્તિ અને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરાયો હતો. માનવસેવા અને પર્યાવરણ રક્ષણનો આ મેળ 'વિકસિત ભારત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો.
Read full article on Divya Bhaskar