Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગણેશોત્સવને લઈને વડોદરા પોલીસ એલર્ટ:સ્થાપનથી લઈને વિસર્જન યાત્રા માટે ખાસ આયોજન, 1 JCP, 8 DCP, 13 ACP, 200 PI અને PSI સહિત 2,500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 13, 2026 👁 2 views
ગણેશોત્સવને લઈને વડોદરા પોલીસ એલર્ટ:સ્થાપનથી લઈને વિસર્જન યાત્રા માટે ખાસ આયોજન, 1 JCP, 8 DCP, 13 ACP, 200 PI અને PSI સહિત 2,500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે
આવતીકાલે ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન યાત્રા સુધી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગણેશોત્સવ અને વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, પોલીસ સાથે યોગ્ય સંકલન રાખવા તેમજ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ડીજે સંચાલકો સાથે પણ જરૂરી નિયમો અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિસર્જનની વાત કરીએ તો પ્રથમ દિવસથી લઈને ત્રીજા, પાંચમા અને અગિયારમા દિવસે યોજાનારી વિસર્જન યાત્રાઓ દરમિયાન કોઈ વિઘ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. યાત્રા દરમિયાન ભીડ, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્રનો મુખ્ય ઉદ્દેશ ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગણેશ મંડળો, ડીજે સંચાલકો, આયોજકો અને પોલીસ વચ્ચે યોગ્ય સમન્વય જળવાઈ રહે તે છે. સમગ્ર ઉત્સવ દરમિયાન વડોદરા શહેરમાં શાંતિ, સલામતી અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, આગામી ગણેશોત્સવને લઈને વડોદરા શહેર પોલીસે દોઢ મહિના પહેલાથી જ તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં શહેરમાં 1,000 થી વધુ આગમન યાત્રાઓ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં નીકળી ચૂકી છે. આવતીકાલે શહેરમાં 1,500થી વધુ લાયસન્સ ધારક ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત, હજારો શ્રદ્ધાળુઓ પોતાના ઘરોમાં પણ ગણપતિ બાપાની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરશે. આ સમગ્ર મહોત્સવ દરમિયાન શહેરના નાગરિકો તેમજ ગણપતિ મંડળો અને પંડાલોમાં દર્શન માટે આવતા તમામ ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડોદરા શહેર પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગણેશોત્સવ દરમિયાન સુચારુ બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે વ્યાપક પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. જેમાં 1 જોઈન્ટ પોલીસ કમિશનર, 8 DCP, 13 ACP, 200 PI અને PSI, 2,500 થી વધુ પોલીસ કર્મચારીઓ, 5 SRP કંપનીઓ, 1,500 હોમગાર્ડ અને 800થી વધુ TRB જવાનો પોતાની ફરજ પર સતત ખડેપગે રહેશે. શહેર પોલીસ તમામ નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને કટિબદ્ધ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan