Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
lifestyle

ગણેશજીની માતા ગૌરી માઁને તેડાવ્યાં:જેમ દીકરીને 'પિયર' બોલાવાય છે, તેમ માતા ગૌરીને ઘરે તેડાવીને પૂજા-અર્ચના કરવામાં આવી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
ગણેશજીની માતા ગૌરી માઁને તેડાવ્યાં:જેમ દીકરીને 'પિયર' બોલાવાય છે, તેમ માતા ગૌરીને ઘરે તેડાવીને પૂજા-અર્ચના કરવામાં આવી
ભગવાન શંકર તેમ જ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગણપતિજીની સાથે ગૌરી માતાની પણ પૂજા કરવામાં આવે છે. તેમને તેડાવવામાં આવે છે. ગણેશ ચર્તુથીના તહેવાર દરમિયાન જ ગૌરી માતા મહારાષ્ટ્રીયન પરિવારને ત્યાં એટલે કે પિયરે આવે છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદના મણિનગરમાં આવેલી ગ્રીન ફાઉન્ટેન સોસાયટીમાં રહેતા દેશમુખ પરિવાર દ્વારા ગૌરી માતાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં દરરોજ સ્વજનો અને પરિવારો ભેગાં મળીને ગૌરી માતાની પૂજા અર્ચના કરવાની સાથોસાથ ઉપવાસ તેમ જ માતાજીને જુદા જુદા શૃંગાર કર્યા હતા. ગણેશ ચર્તુથીના ત્રીજા દિવસે ગૌરી માતાની સ્થાપના કરાઈ હતી આ અંગે ગૌરી માતાની સ્થાપના કરનારા દેશમુખ પરિવારના મોભી રમેશભાઇ દેશમુખે જણાવ્યું હતું કે, ગૌરી માતા ત્રણ દિવસ પિયરમાં રહેવા આવે છે. દર વર્ષે ગણેશ ચર્તુથીના ત્રીજા દિવસે આવે છે. આ વર્ષે પણ દર વર્ષની માફક ગણેશ ચતુર્થીના ગૌરી માતાની ત્રીજા દિવસે 17 સપ્ટેમ્બર, 26 સ્થાપના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પરિવારોમાં ગૌરી પૂજા ખાસ કરીને સ્ત્રીઓ કરે છે. તેમાં મહિલાઓ ઉપવાસ રાખે, સાજ-શૃગાંર કરે અને ગૌરીને નવા વસ્ત્ર, દાગીના પહેરાવે છે. આ મહિલા શક્તિનું સન્માન ગણવામાં આવે છે. માતાના દર્શને ધારાસભ્ય અને મહામંત્રી સહિતના પધાર્યા હતા રમેશ દેશમુખને ત્યાં 17 સપ્ટેમ્બરના રોજ સ્થાપના પામેલા ગૌરી માતાનું 18 સપ્ટેમ્બરના રોજ પૂજન કરવામાં આવ્યું હતું અને 19 સપ્ટેમ્બરના રોજ વિસર્જન કરાયું હતું. ગૌરી માતાના દર્શન કરવા મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમૂલ ભટ્ટ ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિત કાઉન્સિલરો તેમ જ વોર્ડ પ્રમુખ અને મહામંત્રી સહિતના સામાજિક કાર્યકરો ઉપરાંત સગાં-સંબંધી, મિત્ર વર્તુળ પધાર્યા હતા. ગૌરી માતાને તેડાવવા પાછળની શ્રદ્ધા
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan