Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ઘર કે ખેતર નહીં આખે આખું ગામ જ વેચવા કાઢ્યું:350 છોકરાઓનાં લગ્ન અટક્યા, કોઈ છોકરી આપવા તૈયાર નથી; તુલશી ગામના લોકો જળસંકટથી પરેશાન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 28, 2026 👁 1 views
ઘર કે ખેતર નહીં આખે આખું ગામ જ વેચવા કાઢ્યું:350 છોકરાઓનાં લગ્ન અટક્યા, કોઈ છોકરી આપવા તૈયાર નથી; તુલશી ગામના લોકો જળસંકટથી પરેશાન
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તુલશી ગામમાં પાણીની અછતથી પરેશાન લોકો ગામ વેચવા જઈ રહ્યા છે. આ માટે તેમણે એક બોર્ડ પણ લગાવ્યું છે. જોકે ગામની કિંમત માત્ર પાણી રાખવામાં આવી છે. બોર્ડમાં એ પણ લખ્યું છે કે આખરે અન્યાય કેટલા સમય સુધી સહન કરવો? માઢા તાલુકાના તુલશી ગામની વસ્તી આશરે 7,000 છે. અધૂરા સિંચાઈ પ્રોજેક્ટને કારણે ગામ ઘણા વર્ષોથી પાણીના ટેન્કરો પર નિર્ભર છે. ગ્રામજનોનો દાવો છે કે ગામ નજીકથી નહેરો પસાર થાય છે. તેમ છતાં તેમને પાણી મળી રહ્યું નથી. આ વર્ષે ઓછો વરસાદ પડતાં સંકટ વધુ ઘેરાયું છે. ગામના સરપંચે એવો પણ દાવો કર્યો છે કે જળસંકટને કારણે ગામના આશરે 350 યુવકોનાં લગ્ન થઈ રહ્યાં નથી. રાજ્ય સરકારે 26 સપ્ટેમ્બરે રાજ્યની 358માંથી 265 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે. સાથે જ રાહત પેકેજની જાહેરાત પણ કરી છે. 26 વર્ષથી ખોદકામનું કામ અધૂરું તુલશીના સરપંચ શરદ મોરેએ કહ્યું, “ગામમાં દર વર્ષે પાણીની અછત રહે છે. ‘ગામ વેચાણ માટે, કિંમત-પાણી’નું બોર્ડ લગાવીને સરકારનું ધ્યાન સમસ્યા તરફ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મોરેએ અગાઉ જણાવ્યું હતું કે સીણા-માઢા યોજનાના 7મા અને 8મા આઉટલેટ પાસે આશરે 800 મીટર ખોદકામનું કામ 26 વર્ષથી અધૂરું છે. આ કામ પૂર્ણ થતાં તુલશીની પાણીની સમસ્યા કાયમ માટે દૂર થઈ શકે છે. પ્રદર્શન બાદ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી ગ્રામજનોએ પાણીની માંગણીને લઈને 14 સપ્ટેમ્બરે ભૂખ હડતાળ શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે માઢા તાલુકા કાર્યાલયની બહાર થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું. ગ્રામજનોએ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી છે. પાણી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. જલ જીવન મિશન પણ નિષ્ફળ, 14 કૂવા-તળાવો સુકાયા ગ્રામજનોએ જણાવ્યું કે જલ જીવન મિશન હેઠળ કામ કરવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિક જળસ્રોતો સુકાઈ જવાથી આ યોજના નિરર્થક બની ગઈ છે. તુલશીમાં 14 તળાવો અને કૂવાઓ સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમને પાણીથી ભરવાથી પીવાના અને સિંચાઈના પાણીની અછત ઘણી હદ સુધી ઘટી શકે છે. તુલશીના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. પાણીના સંકટે તેમની આજીવિકા પર ખરાબ અસર કરી છે. જળસંકટની અસર લોકોના અંગત જીવન પર પણ પડી છે. ગામના આશરે 350 યુવકોનાં લગ્ન થઈ શકતાં નથી. મોરેએ દાવો કર્યો કે કોઈપણ પરિવાર પોતાની દીકરીઓ તેમને આપવા તૈયાર નથી. ----------------------------- આ સમાચાર પણ વાંચો: કોકરોચ પાર્ટીને મુંબઈમાં પ્રદર્શન કરવાની મંજૂરી ન મળી:CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ એકઠા થવાનું હતું, દીપકે કહ્યું- હવે 2 ઓક્ટોબરે જેલ ભરો આંદોલન થશે મુંબઈ પોલીસે કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના 2 ઑક્ટોબરે શિવાજી પાર્કમાં યોજાનારા પ્રદર્શનને પરવાનગી આપી નથી. આ પ્રદર્શન ચૂંટણી પંચ (ECI) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાવાનું હતું. પોલીસે હાઈકોર્ટના નિર્દેશો, BMCની પરવાનગી ન હોવા અને ટ્રાફિકને અસર થવાની આશંકાનો હવાલો આપ્યો છે. પોલીસે એમ પણ કહ્યું કે શિવાજી પાર્ક સાઇલેન્સ ઝોનમાં આવે છે અને તેની આસપાસ રહેણાક વિસ્તારો આવેલા છે. પ્રદર્શનને કારણે ટ્રાફિક જામ અને આસપાસની હોસ્પિટલોમાં જતા ઇમરજન્સી વાહનોની અવરજવર પ્રભાવિત થવાની આશંકા છે. આયોજકોને મુંબઈમાં કોઈ અન્ય સ્થળનો વિકલ્પ શોધવાની સલાહ આપવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan