Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Ganesh Visarjan Viral Video: ગણેશ વિસર્જનમાં મૂર્તિ ડૂબ્યા બાદ નદીમાંથી બહાર આવ્યો હાથ, ભક્તોએ કહ્યું- બાપ્પાએ આપ્યું બાય-બાય!

📰 Sandesh 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
Ganesh Visarjan Viral Video: ગણેશ વિસર્જનમાં મૂર્તિ ડૂબ્યા બાદ નદીમાંથી બહાર આવ્યો હાથ, ભક્તોએ કહ્યું- બાપ્પાએ આપ્યું બાય-બાય!
ગણેશ ચતુર્થીના પવન પર્વ બાદ ગણપતિ બાપ્પાનું વિસર્જન હંમેશાં ભક્તો માટે અત્યંત અશ્રુભીની અને ભાવુક ક્ષણ હોય છે. આવી જ એક વિસર્જનની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહ્યો છે. ગણેશ વિસર્જન દરમિયાન જ્યારે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિને નદીના વહેતા પાણીમાં વિસર્જિત કરીને પાછા ઊભા થાય છે, ત્યારે અચાનક ડૂબેલી મૂર્તિમાંથી ગણપતિ બાપ્પાનો એક હાથ પાણીની બહાર નીકળે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ભક્તો અને વીડિયો જોનારા નેટિઝન્સના રૂવાડાં ઊભાં થઈ ગયાં હતાં. ગણપતિ વિસર્જન સમયે કાળજું સ્પર્શી જતી ક્ષણ આ દિલચસ્પ ક્લિપ 'જયુ વ્લોગ્સ' નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. પોસ્ટ થતાંની સાથે જ આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. માત્ર 13 કલાકના ટૂંકા ગાળામાં આ વીડિયોને 30 મિલિયન (3 કરોડ)થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 2.9 મિલિયનથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે અને 5,000થી વધુ ભક્તોએ ભાવુક કોમેન્ટ્સ કરી છે. ડૂબેલી મૂર્તિમાંથી અચાનક બહાર આવ્યો બાપ્પાનો હાથ વાયરલ વીડિયોના દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગણેશજીની મૂર્તિ નદીમાં આગળ તરફ મુખ રાખીને તરતી દૂર તરફ જઈ રહી છે. તે જ ક્ષણે, વહેતા પાણીના તરંગો સાથે તેમનો એક હાથ એવી રીતે બહાર આવે છે જાણે બાપ્પા પોતે સ્મિત સાથે ભક્તોને "બાય-બાય" કહીને વિદાય લઈ રહ્યા હોય. જોકે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પાણીનો પ્રવાહ, પલટો અને મૂર્તિનું વજન સંતુલન આ ઘટના પાછળનું કારણ હોઈ શકે છે. પરંતુ ભક્તોની અપાર શ્રદ્ધા આ ક્ષણને બાપ્પાની સાક્ષાત સદભાવના અને આશીર્વાદ માની રહી છે. વીડિયો જોનારા નેટિઝન્સના રૂવાડાં ઊભાં થઈ ગયાં સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અવનવી અને રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે રમુજ અને શ્રદ્ધા વ્યક્ત કરતા લખ્યું કે, "બાપ્પા ભક્તોને 'બાય-બાય' કહેવાનું ભૂલી ગયા હતા એટલે હાથ બહાર કાઢીને કહી રહ્યા છે!" તો અન્ય એક યુઝરે લખ્યું, "બાપ્પાએ જતાં જતાં બધા ભાઈઓને આશીર્વાદ આપ્યા છે અને સંકેત આપ્યો છે કે તેઓ આગામી વર્ષે ફરી જલ્દી આવશે." આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા મેઘમહેર, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan