Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ગાંધીનગરમાં સગીરાના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર દોષિત જાહેર:મુખ્ય આરોપીને 20 વર્ષની સખત કેદ; પીડિતાને ₹4 લાખ વળતર ચૂકવવા હુકમ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 2 views
ગાંધીનગરમાં સગીરાના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર દોષિત જાહેર:મુખ્ય આરોપીને 20 વર્ષની સખત કેદ; પીડિતાને ₹4 લાખ વળતર ચૂકવવા હુકમ
ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાની વય છુપાવવા માટે બનાવટી દસ્તાવેજો અને આધારકાર્ડમાં જન્મતારીખ બદલાવીને કાવતરું રચનાર મુખ્ય આરોપી સહિત 3 જણાને અદાલતે દોષિત ઠેરવ્યા છે. સેકન્ડ એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સખત કેદ તથા સહઆરોપીઓને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. અદાલતે પીડિતાને ₹4 lakh નું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. કાવતરું રચી પ્રેમસંબંધ કેળવ્યો હતો સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભોગ બનનાર સગીરાની ઉંમર બનાવ સમયે 15 વર્ષ અને 10 માસ હતી. મુખ્ય આરોપી ભરત ગોસ્વામીએ સગીરા સાથે પ્રેમસંબંધ કેળવ્યો હતો. સગીરા કુમળી વયની હોવાનું જાણવા છતાં આરોપીએ અન્ય સહઆરોપીઓ વનરાજસિંહ રાઠોડ અને સુરેન્દ્રસિંહ વાઘેલા સાથે મળીને પૂર્વાયોજિત કાવતરું રચ્યું હતું. ₹70,000 માં બનાવટી આધારકાર્ડ બનાવ્યું આરોપીઓએ ₹70,000 ની લેવડદેવડ કરી આધારકાર્ડમાં બનાવટી દસ્તાવેજોના આધારે જન્મતારીખ બદલાવી નાખી હતી. ત્યારબાદ સુધારેલા આધારકાર્ડ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટના આધારે પ્રેમલગ્ન કરી તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 21 એપ્રિલ 2024 ના રોજ વાવોલ ખાતેથી સગીરાનું અપહરણ કરી તેને પોરડા ખાતે રાખી અવારનવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી આ મામલે ભોગ બનનારની માતા દ્વારા સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સઘન તપાસ બાદ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. સુનાવણી દરમિયાન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સુનિલ પંડ્યાએ દલીલ કરી હતી કે આરોપીઓએ સગીરાની નાની વય હોવા છતાં બનાવટી દસ્તાવેજો ઊભા કરીને જે ગંભીર કૃત્ય આચર્યું છે તે સમાજ માટે હાનિકારક છે. સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજા જરૂરી છે. દંડ અને વળતર ચૂકવવા હુકમ સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે પોક્સો એક્ટ હેઠળ મુખ્ય આરોપી ભરત ગોસ્વામીને 20 વર્ષની સખત કેદ અને ₹33,500 નો દંડ ફટકાર્યો છે. ગુનામાં મદદગારી કરવા બદલ સહઆરોપીઓ વનરાજસિંહ રાઠોડ અને સુરેન્દ્રસિંહ વાઘેલાને 2 વર્ષની સજા ઉપરાંત ₹3,500 નો દંડ ભરવા હુકમ કર્યો છે. આ ઉપરાંત પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ₹4 લાખ નું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan