crime
એકતાનગરમાં BSFના 28 જવાનોને ડેન્ગ્યુ થયો:રાષ્ટ્રીય એકતા પરેડ પહેલાં આસામથી આવેલા જવાનોની સારવાર શરૂ, આરોગ્ય વિભાગ દોડતું થયું.
રાજપીપળા: 31 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા આસામથી એકતાનગર આવેલા સીમા સુરક્ષા બળ (BSF)ના 28 જવાનોને ડેન્ગ્યુ થયો છે. 40 જવાનોની ટુકડીમાં એક પછી એક તાવ આવતા તપાસ કરાઈ હતી. 28 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવ આવતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તેમને સારવાર માટે એકતાનગર ટ્રોમા સેન્ટર ખસેડાયા છે. છેલ્લા બે દિવસથી તેમની સઘન સારવાર ચાલી રહી છે અને રોજેરોજ બ્લડ સેમ્પલ તપાસવામાં આવી રહ્યા છે. આ જવાનો 31 ઓક્ટોબરની પરેડમાં ભાગ લઈ શકશે કે કેમ, તે અંગે હાલ અનિશ્ચિતતા છે. જોકે, તબિયત સુધરશે તો તેઓ ભાગ લઈ શકે છે. આરોગ્ય વિભાગે મચ્છર પેદા થવાની જગ્યાઓ શોધીને તેનો નાશ કરવાની કામગીરી શરૂ કરી છે. ફોગિંગ, ક્લોરિનેશન અને સફાઈ પણ કરાઈ રહી છે.
Read full article on Divya Bhaskar