Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

એકાદ-બે દિવસમાં નર્મદા ડેમ ઓવરફ્લો થશે:ઉપરવાસમાંથી સતત પાણીની આવક; પીવા માટે ઉત્તર-મધ્ય, સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી પહોંચાડશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 25, 2026 👁 2 views
એકાદ-બે દિવસમાં નર્મદા ડેમ ઓવરફ્લો થશે:ઉપરવાસમાંથી સતત પાણીની આવક; પીવા માટે ઉત્તર-મધ્ય, સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી પહોંચાડશે
રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના પ્રભારી મંત્રીએ નર્મદા જિલ્લાના પ્રવાસે હતા.તેમણે બે દિવસમાં ડેમ ઓવરફ્લો થવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જો આ જ પ્રકારે પાણીની આવક ચાલુ રહેશે, તો આગામી સમયમાં નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ત્યારે રાજ્યમાં ઓછો વરસાદ છે તેવા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવા માટે નર્મદાનું પાણી પહોંચાડશે. દરમિયાન જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે સર્જાયેલી સમસ્યા સામે સરકારે સમયસર આયોજન કરીને ખેડૂતોના પાકને બચાવી લીધો છે. હાલ નર્મદા, ઉકાઈ અને કરજણ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે. પીવાના પાણી અને જળસંગ્રહની સ્થિતિ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, હાલ રાજ્યમાં પીવાના પાણી માટે કોઈ જ તકલીફ નથી. ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં જરૂરી પાણી પહોંચાડીને પીવાના પાણી માટે પૂરતું સ્ટોરેજ જાળવવામાં આવશે. આગામી સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાણીના સંગ્રહ અને વિતરણનું સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પાઇપલાઇનથી પાણી ભૂતકાળમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ વર્તમાન સમયમાં નર્મદા નદી આધારિત મજબૂત પાઇપલાઇન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના માધ્યમથી આજે દૂરના વિસ્તારો સુધી સરળતાથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા રાજ્યના તમામ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની કાયમી સુવિધા માટે વ્યાપક સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan