Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

એચ. એ. કોલેજમાં એન. એસ. એસ. ડે નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા:સ્વામી વિવેકાનંદના જીવન પર વિદ્યાર્થીઓએ વિચારો રજૂ કર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 24, 2026 👁 2 views
એચ. એ. કોલેજમાં એન. એસ. એસ. ડે નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા:સ્વામી વિવેકાનંદના જીવન પર વિદ્યાર્થીઓએ વિચારો રજૂ કર્યા
ગુજરાત લૉ સોસાયટી દ્વારા સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સમાં એન. એસ. એસ. સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ માટે "સ્વામી વિવેકાનંદ વિરલ વિરાટ વિભૂતિ" વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં કોલેજના ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ આજના યુવાનો માટે પ્રેરણાદાયી અને આદર્શ છે. તેમણે નાની ઉંમરે આખા ભારતનું ભ્રમણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદે અમેરિકા, બ્રિટન અને યુરોપમાં ભારતીય જ્ઞાન પરંપરાનો પ્રચાર કર્યો હતો. તેમણે વેદાંત સોસાયટી, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આ સંસ્થાઓનો મુખ્ય હેતુ સમાજ સેવા, શિક્ષણનું મહત્વ અને માનવતાના કાર્યો કરવાનો હતો. તેમણે તત્વજ્ઞાન, ઇતિહાસ, કલા, વિજ્ઞાન અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ભારતના ધર્મગ્રંથો જેવા કે વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા અને રામાયણનો પણ તેમણે ગહન અભ્યાસ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ અપનાવવાથી સ્વસ્થ અને આદર્શ જીવન જીવી શકાય છે. આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન પ્રો. અલ્પા પાઘડલ અને પ્રો. એચ. બી. ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે પ્રો. ચેતન મેવાડાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan