Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

ધરમપુરમાં ધોરણ 6 ગણિત શિક્ષક તાલીમ યોજાઈ:42 શિક્ષકોને નવતર ગણિત અભિગમ અંગે માર્ગદર્શન; પઝલ અને રમતો દ્વારા ગણિતીય કન્સેપ્ટ સમજાવાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
ધરમપુરમાં ધોરણ 6 ગણિત શિક્ષક તાલીમ યોજાઈ:42 શિક્ષકોને નવતર ગણિત અભિગમ અંગે માર્ગદર્શન; પઝલ અને રમતો દ્વારા ગણિતીય કન્સેપ્ટ સમજાવાયા
વલસાડના ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ધોરણ-6 ના નવા ગણિત પાઠ્યપુસ્તક આધારિત ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. BRC ભવન અને DIET વલસાડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ તાલીમમાં 42 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અને NCF-2023 ના નવા અભિગમો મુજબ વર્ગખંડમાં પ્રવૃત્તિમય શિક્ષણ કેવી રીતે આપવું તેનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષકોને ગણિતીય કોયડા અને રમતો દ્વારા તાર્કિક શિક્ષણ પદ્ધતિ સમજાવવામાં આવી હતી. DIET અને BRC ભવન દ્વારા તાલીમનું આયોજન તાલીમ કાર્યક્રમ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો હતો. જેમાં તજજ્ઞો અને શિક્ષકો મળીને કુલ 42 સહભાગીઓએ તાલીમ મેળવી હતી. નવા પાઠ્યપુસ્તકના વિવિધ વિભાગોનો ઉપયોગ સમજાવાયો શિક્ષકોને નવા પાઠ્યપુસ્તકમાં આપેલા મેથ ટોક, પઝલ, ડાયાગ્રામ અને ફિગર ઇટ આઉટ જેવા વિભાગોનો વર્ગખંડમાં અસરકારક ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. તજજ્ઞો દ્વારા પ્રવૃત્તિ આધારિત ગણિત શિક્ષણનું નિર્દર્શન તજજ્ઞ શિક્ષક જીગરકુમાર કેપ્ટન, હિતેશકુમાર પટેલ અને કિરણ પટેલે રેખાઓ, ખૂણા, ક્ષેત્રફળ અને માહિતીના સંચાલન જેવા વિષયો પ્રવૃત્તિઓ દ્વારા સરળતાથી સમજાવ્યા હતા. વિજ્ઞાન મંથન અને વિવિધ શિષ્યવૃત્તિ અંગે માહિતગાર કરાયા જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 2026-27, ભાસ્કર શિષ્યવૃત્તિ અને સૃજન ઇન્ટર્નશિપ જેવી રાષ્ટ્રીય તકો વિશે શિક્ષકોને વિગતવાર માહિતી આપી હતી. પઝલ કોર્નરમાં શિક્ષકોએ તાર્કિક ક્ષમતાનો અનુભવ કર્યો તાલીમમાં નેપિયર પટ્ટી, સ્ક્વેર પઝલ અને બ્રહ્માસ ટાવર જેવી રમતો દ્વારા તાર્કિક વિચારસરણી ખીલવવામાં આવી હતી. શિક્ષકોએ વિજ્ઞાન કેન્દ્રના પઝલ કોર્નરમાં કોયડા ઉકેલવાનો આહલાદક અનુભવ મેળવ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan