Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

DA Hike Calculator: 3% વધારાથી સરકારી કર્મચારીના ખાતામાં કેટલા જમા થશે? જુઓ લેવલ મુજબ ગણતરી

📰 Abp News 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
DA Hike Calculator: 3% વધારાથી સરકારી કર્મચારીના ખાતામાં કેટલા જમા થશે? જુઓ લેવલ મુજબ ગણતરી
DA hike calculator: દિવાળી પહેલા જ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance - DA) 3 ટકાનો વધારો જાહેર કર્યો છે. આ નવા વધારાની જાહેરાત સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જે પહેલા 60 ટકા હતું, તે હવે વધીને સીધું 63 ટકા થઈ ગયું છે. આ સમાચાર મળતાં જ દરેક કર્મચારીના મનમાં એક જ સવાલ ઉદ્ભવી રહ્યો છે કે, "આ વધારાથી મારા હાથમાં આવતા માસિક પગારમાં ખરેખર કેટલો વધારો થશે?" તો ચાલો, આ ગણતરીને એકદમ સરળ ભાષામાં સમજીએ. સાતમા પગાર પંચના (7th Pay Commission) નિયમો મુજબ, કર્મચારીઓના લેવલ (સ્તર) અને તેમના મૂળ પગાર (Basic Pay) ના આધારે આ વધારાની રકમ નક્કી થાય છે. લેવલ 1 થી 5 ના કર્મચારીઓ માટે પગારમાં વધારો સાતમા પગાર પંચના પગાર મેટ્રિક્સ (Pay Matrix) મુજબ, જે કર્મચારીઓ લેવલ 1 થી 5 માં આવે છે, તેમનો પ્રારંભિક મૂળ પગાર 18,000 રૂપિયાથી શરૂ થઈને 29,200 રૂપિયા સુધીનો હોય છે. ડીએમાં થયેલા આ 3 ટકાના તાજા વધારાને લીધે, આ શ્રેણીના કર્મચારીઓને તેમના બેઝિક પગાર મુજબ દર મહિને 540 રૂપિયાથી લઈને 876 રૂપિયા સુધીનો સીધો ફાયદો થશે. લેવલ 1: મૂળ પગાર 18,000 રૂપિયા હોય તો મહિને 540 રૂપિયા વધશે. લેવલ 2: મૂળ પગાર 19,900 રૂપિયા હોય તો મહિને 597 રૂપિયા વધશે. લેવલ 3: મૂળ પગાર 21,700 રૂપિયા હોય તો મહિને 651 રૂપિયા વધશે. લેવલ 4: મૂળ પગાર 25,500 રૂપિયા હોય તો મહિને 765 રૂપિયા વધશે. લેવલ 5: મૂળ પગાર 29,200 રૂપિયા હોય તો મહિને 876 રૂપિયા વધશે. લેવલ 6 થી 10 ના કર્મચારીઓને કેટલો ફાયદો થશે? લેવલ 6 થી 10 સુધીના કર્મચારીઓનો પ્રારંભિક મૂળ પગાર 35,400 રૂપિયાથી શરૂ કરીને 56,100 રૂપિયા સુધીનો હોય છે. આ શ્રેણીમાં આવતા કર્મચારીઓના પગારમાં પણ સારો એવો ઉછાળો જોવા મળશે. તેમને દર મહિને 1,062 રૂપિયાથી લઈને 1,683 રૂપિયા સુધીનો વધારો મળશે. લેવલ 6: 35,400 રૂપિયાના મૂળ પગાર પર મહિને 1,062 રૂપિયા વધશે. લેવલ 7: 44,900 રૂપિયાના મૂળ પગાર પર મહિને 1,347 રૂપિયા વધશે. લેવલ 8: 47,600 રૂપિયાના મૂળ પગાર પર મહિને 1,428 રૂપિયા વધશે. લેવલ 9: 53,100 રૂપિયાના મૂળ પગાર પર મહિને 1,593 રૂપિયા વધશે. લેવલ 10: 56,100 રૂપિયાના મૂળ પગાર પર મહિને 1,683 રૂપિયા વધશે. લેવલ 11 થી 18 ના ઉચ્ચ અધિકારીઓનો પગાર વધારો જેમ જેમ પગારનું લેવલ ઊંચું જાય છે, તેમ તેમ મૂળ પગારની રકમ પણ મોટી હોય છે. સ્વાભાવિક રીતે જ, આ ઉચ્ચ લેવલના કર્મચારીઓને ડીએ વધારાનો સૌથી મોટો આર્થિક લાભ મળશે. લેવલ 11 થી 18 ના કર્મચારીઓ માટે ડીએમાં 3 ટકાનો વધારો એટલે દર મહિને 2,031 રૂપિયાથી લઈને છેક 7,500 રૂપિયા સુધીની વધારાની આવક. લેવલ 11: 67,700 રૂપિયા બેઝિક પર 2,031 રૂપિયાનો વધારો. લેવલ 12: 78,800 રૂપિયા બેઝિક પર 2,364 રૂપિયાનો વધારો. લેવલ 13: 1,23,100 રૂપિયા બેઝિક પર 3,693 રૂપિયાનો વધારો. લેવલ 13A: 1,31,100 રૂપિયા બેઝિક પર 3,933 રૂપિયાનો વધારો. લેવલ 14: 1,44,200 રૂપિયા બેઝિક પર 4,326 રૂપિયાનો વધારો. લેવલ 15: 1,82,200 રૂપિયા બેઝિક પર 5,466 રૂપિયાનો વધારો. લેવલ 16: 2,05,400 રૂપિયા બેઝિક પર 6,162 રૂપિયાનો વધારો. લેવલ 17: 2,25,000 રૂપિયા બેઝિક પર 6,750 રૂપિયાનો વધારો. લેવલ 18: 2,50,000 રૂપિયા બેઝિક પર 7,500 રૂપિયાનો વધારો. ડીએ વધારાની ગણતરી જાતે કેવી રીતે કરવી? મોંઘવારી ભથ્થાની (DA) ગણતરી કરવી એકદમ સરળ છે. તમારે ફક્ત તમારા મૂળ પગાર (Basic Pay) ને ધ્યાનમાં લેવાનો છે. તમારા મૂળ પગારને 3 વડે ગુણો અને પછી તેને 100 વડે ભાગી દો. ઉદાહરણ તરીકે, જો તમારો મૂળ પગાર 44,900 રૂપિયા છે, તો (44,900 x 3) / 100 = 1,347 રૂપિયા. એટલે કે તમારા માસિક પગારમાં 1,347 રૂપિયાનો વધારો થશે. એ જ રીતે, જો તમારો મૂળ પગાર 78,800 રૂપિયા છે, તો (78,800 x 3) / 100 = 2,364 રૂપિયાનો માસિક વધારો તમને મળશે.
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan