top
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર
ચૂંટણી પંચની સ્વાયત્તતા અને મતદાર યાદીની SIR પ્રક્રિયા મુદ્દે વિપક્ષના આરોપોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગણાવ્યા પાયાવિહોણા.. મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા કે કૉંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત હંમેશા અલગ રહ્યા છે.. વિપક્ષે પણ મનોમંથન કરવુ જોઈએ કે તેઓ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 40 વર્ષથી સત્તાથી કેમ દૂર રહ્યા છે.. મુખ્યમંત્રીએ કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પણ ફોર્મ-6ની પ્રક્રિયાને કાયદેસર અને યોગ્ય ગણાવી છે.. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ એક અવાજે સ્પષ્ટ કર્યુ છે કે ચૂંટણી પંચના તમામ નીતિવિષયક નિર્ણયો સંપૂર્ણપણે સર્વાનુમતે લેવાયેલા છે.. અંતમાં મુખ્યમંત્રીએ ભાવપૂર્વક કહ્યું કે આજે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ મિત્ર તરીકે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે.. આવી સ્થિતિમાં માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા ખાતર વિપક્ષ ચૂંટણી પંચ જેવી પ્રતિષ્ઠિત અને સ્વાયત્ત સંસ્થાઓ સામે આંગળી ચીંધી રહ્યા છે..
Read full article on Abp News