politics
છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની વરણી પહેલાં 5 સભ્યો ભાજપમાં જોડાયા
છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદ માટે મંગળવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જોકે, એ પહેલાં જ અપક્ષ અને અન્ય પાર્ટીના મળીને કૂલ 5 સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. વાત જાણે એમ છે કે છોટાઉદેપુર નગરપાલિકાનાં પ્રમુખ મંજુલા કોળીનો જાતિનો દાખલો ખોટો હોવાનું સાબિત થતા તેમનું સભ્ય પદ થયું છે. પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિના મહિલા માટે અનામત છે. જોકે, ભાજપ પાસે અનુસૂચિત જનજાતિ બેઠક પર ચૂંટાયેલાં એકપણ મહિલા સભ્ય નથી. જોકે, અચાનક ચમત્કાર થયો હોય એમ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઝાકીર દડી ઉપરાંત મહિલા સભ્યો મળીને 5 નેતાઓનો અંતરઆત્મા જાગ્યો અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાનારા આ સભ્યોમાં ગુજરાત સર્વ સમાજ પાર્ટીના 4 સભ્યો અને બહુજન સમાજ પાર્ટીના એક સભ્ય સામેલ છે. હાલમાં અનુસૂચિત જનજાતિ મહિલા અનામત બેઠક માટે બહુજન સમાજ પાર્ટી પાસે 2 સભ્ય, સમાજવાદી પાર્ટી પાસે એક સભ્ય તથા ગુજરાત સર્વ સમાજ પાર્ટી પાસે એક સભ્ય છે.
Read full article on News18 Gujarati