top
Chhota Udepur: જનરલ હોસ્પિટલમાં કલેક્ટર ગાર્ગી જૈનની ઓચિંતી મુલાકાત, સ્ટાફની ગેરહાજરી સહિતની ક્ષતિઓ સામે નોટિસ
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર, આરોગ્યલક્ષી સુવિધાઓ અને સ્ટાફની હાજરીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો કલેક્ટરે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. દર્દીઓ પાસેથી તેમને મળતી સારવાર અને આરોગ્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ વ્યવસ્થાઓ અંગે પણ તેમણે વિગતો જાણી હતી. સ્વચ્છતામાં ક્ષતિઓ ધ્યાને આવી ઓચિંતી મુલાકાત દરમિયાન કલેક્ટરે હોસ્પિટલની સ્વચ્છતાની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું હતું. કેટલીક જગ્યાએ સ્વચ્છતામાં ક્ષતિઓ જોવા મળતાં તેને તાત્કાલિક સુધારવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. સ્ટાફની હાજરી અંગે સૂચના હોસ્પિટલના કર્મચારીઓની નિયમિત હાજરી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા માટે કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી. હોસ્પિટલની કામગીરીમાં દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા જાળવવા પણ સૂચના આપવામાં આવી હતી. CDMO અને RMOને કારણદર્શક નોટિસ ઓચિંતી મુલાકાત દરમિયાન સ્વચ્છતામાં ક્ષતિ, સ્ટાફની ગેરહાજરી અને કામગીરીમાં જોવા મળેલી ત્રુટિઓને કલેક્ટરે ગંભીરતાથી લીધી હતી. આ મામલે CDMO અને RMOને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. હોસ્પિટલની કામગીરીમાં સુધારો થાય અને દર્દીઓને યોગ્ય સુવિધા મળે તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Rajasthanમાં હાઇવોલ્ટેજ ડ્રામા, બસનો કાચ તૂટ્યો, હાઇકોર્ટ પહોંચ્યો મામલો અને રાતે ખુલ્યું બેલેટ બોક્સનું રહસ્ય
Read full article on Sandesh