crime
સીટી બસની ટક્કરે યુવાન ફંગોળાયો:CCTV : રાજકોટના યાજ્ઞિક રોડ પર એકટીવા પર જતાં યુવાને અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો
રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આજે 29 ઓક્ટોબરના બપોરે જાગનાથ મંદિર પાસે એકટીવા પર જતાં યુવાને અચાનક બ્રેક મારતા પાછળથી આવતી સિટી બસના ચાલકે ઠોકર મારતા યુવાન ફંગોળાઈ ગયો હતો. જેથી યુવાનને હાથમાં ઈજા પહોંચી હતી. જોકે યુવાનનો પોતાનો વાંક ન હોવાથી તેને પોલીસ બોલાવી ન હતી જોકે આ અકસ્માતના કારણે આજીડેમથી મેટોડા રૂટની બસ 10 મિનિટ મોડી પહોંચતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રાઇવરને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડની આજીડેમથી મેટોડા રૂટની સીટી બસ (GJ 03 BZ 5482) શહેરના યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક એકટીવા ચાલક આગળ જતો હતો તેને અચાનક બ્રેક મારી હતી જેને કારણે પાછળથી આવતી સિટી બસે ટક્કર મારતા યુવાન ફંગોળાઈ ગયો હતો. જેને કારણે યુવાનને હાથમાં ઈજા પહોંચી હતી. જે બાદ ઘટના સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જોકે યુવાનને વધુ ઇજા ન થઈ હોવાથી તેને પોલીસ બોલાવી ન હતી અને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ બાબતે RRL નું સંચાલન કરતા સિટી ઇજનેર પરેશ અઢિયાએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર વ્રજલાલ નકુમ આજીડેમથી મેટોડા રૂટની બસ લઈને જતો હતો. જેમાં 20 મુસાફરો બેઠા હતા આ બસ યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિર પાસે પહોંચતા આગળ જતા એકટી ચાલક યુવાને અચાનક બ્રેક મારતા અકસ્માત થયો હતો જોકે તે બાદ એકટીવાળા યુવાનને પૂછતા તેને જણાવ્યું હતું કે, વાંક મારો છે અને મારે કાંઈ કરવું નથી એટલા માટે પોલીસ બોલાવી નથી. બસ 10 મિનિટ મોડી પહોંચતા ડ્રાઇવરને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar