Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Car Towing Rules: કાર ટો થઈ ગઈ તો ગભરાશો નહીં, કાર છોડાવવા આ દસ્તાવેજો જરૂરી

📰 Sandesh 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
Car Towing Rules: કાર ટો થઈ ગઈ તો ગભરાશો નહીં, કાર છોડાવવા આ દસ્તાવેજો જરૂરી
નો-પાર્કિંગ વિસ્તારમાં કાર પાર્ક કરવા બદલ ઘણીવાર ટ્રાફિક પોલીસ તેને ટો કરીને લઈ જાય છે. જ્યારે કાર અચાનક જોવા મળતી નથી, ત્યારે લોકો ગભરાઈ જાય છે અને શું કરવું તે સમજાતું નથી. જો તમારી કાર પણ નો-પાર્કિંગ ઝોનમાંથી ટો થઈ ગઈ હોય તો પરેશાન થવાની જરૂર નથી. તમારી કારને ટ્રાફિક પોલીસના યાર્ડમાંથી પાછી લેવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજો અને ઓળખપત્ર બતાવવા પડે છે. ચાલો જાણીએ કે ટો થયેલી કાર પાછી લેવા માટે કયા મુખ્ય દસ્તાવેજો જરૂરી છે અને સમગ્ર પ્રક્રિયા શું છે. કારની RC અને ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી ટો થયેલી કાર પાછી લેવા માટે સૌથી જરૂરી દસ્તાવેજ કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે RC છે. આ દસ્તાવેજ એ વાતનો પુરાવો છે કે કાર તમારી છે અને તમે તેના અધિકૃત ચાલક છો. આ સાથે કાર ચલાવનાર વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું પણ જરૂરી છે. આ બંને દસ્તાવેજો વગર ટ્રાફિક પોલીસ કાર છોડવાની મંજૂરી આપતી નથી. માન્ય ઇન્શ્યોરન્સ અને PUC સર્ટિફિકેટ પણ તૈયાર રાખો RC અને લાઇસન્સ ઉપરાંત તમારી કારનું માન્ય ઇન્શ્યોરન્સ અને PUC એટલે કે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. જો તમારી કારનું ઇન્શ્યોરન્સ અથવા PUC સર્ટિફિકેટની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય તો ટ્રાફિક પોલીસ કાર છોડતા પહેલાં તેના માટે અલગ દંડ વસૂલી શકે છે. તેથી આ દસ્તાવેજોની કોપી અથવા ડિજિટલ વર્ઝન હંમેશા તૈયાર રાખો. ઓળખપત્ર અને ચલણની રસીદ સાચવી રાખો કારના દસ્તાવેજો સાથે તમારે આધાર કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર જેવા સરકારી ઓળખપત્ર પણ બતાવવા પડી શકે છે. જ્યારે તમે ટ્રાફિક પોલીસના યાર્ડમાં પહોંચો છો, ત્યારે ત્યાં તમારે નો-પાર્કિંગનો દંડ અને ટોઇંગ ચાર્જ ચૂકવવો પડે છે. દંડ ભર્યા બાદ મળતી સરકારી રસીદ સાચવીને રાખો, કારણ કે રસીદ બતાવ્યા બાદ જ સુરક્ષાકર્મીઓ તમને કાર લઈ જવાની મંજૂરી આપશે. ડિજિટલ દસ્તાવેજો પણ માન્ય છે જો તમારી પાસે કારના દસ્તાવેજોની હાર્ડ કોપી ન હોય તો ગભરાવાની જરૂર નથી. સરકારના નિયમો અનુસાર તમે DigiLocker અથવા mParivahan એપ પર ઉપલબ્ધ ડિજિટલ RC, લાઇસન્સ અને ઇન્શ્યોરન્સ પણ ટ્રાફિક પોલીસને બતાવી શકો છો. જરૂરી દસ્તાવેજો રજૂ કરીને નક્કી કરેલો દંડ ચૂકવ્યા બાદ તમારી ટો થયેલી કાર પાછી મેળવી શકાય છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan