Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ચાલુ પીકઅપ ડાલામાંથી જીરાની ચોરી કરતી ગેંગના 2 સભ્યો ઝડપાયા:પાટણ SOGએ 1.04 લાખથી વધુના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપ્યાં, 3 સાગરીતો ફરાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
ચાલુ પીકઅપ ડાલામાંથી જીરાની ચોરી કરતી ગેંગના 2 સભ્યો ઝડપાયા:પાટણ SOGએ 1.04 લાખથી વધુના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપ્યાં, 3 સાગરીતો ફરાર
પાટણ SOG શાખાએ ચાલુ પીકઅપ ડાલામાંથી જીરાની ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સાંતલપુરના સિધાડા ગામેથી બે આરોપીઓને પકડ્યા છે. તેમની પાસેથી 249 કિલો જીરું, એક મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ 1,04,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કાર્યવાહીથી હારીજ અને સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. SOGની ટીમ સાંતલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ગુપ્ત બાતમી મળી હતી કે, સિધાડા ગામનો અફઝલ રહીમ થેબા તેના સાથીદારો સાથે મળીને હાઇવે પર જીરું ભરીને જતા પીકઅપ ડાલાનો બાઇક પર પીછો કરે છે. વાહન ચાલુ હોય ત્યારે જ તેમાં ચડીને જીરાના કોથળા નીચે ફેંકીને ચોરી કરે છે. આ બાતમીના આધારે પોલીસે સિધાડા ગામે દરોડો પાડ્યો હતો. ત્યાં વાડામાં બનાવેલા ઘરેથી અફઝલ રહીમ થેબા અને સરફરાજ રશુલખાન થેબાને ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓની પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું કે, તેઓ છેલ્લા એક મહિનાથી આ ચોરીઓ કરતા હતા. તેમની સાથે સબ્બીર હનીફ થેબા, અહેસાનખાન ઉર્ફે ગટ્ટી અહેમદખાન મલેક અને નિયાજ ફકીર પણ આ ચોરીઓમાં સામેલ હતા. આ ગેંગ હાઇવે પર જીરા ભરેલા વાહનોની રેકી કરતી હતી. રોડ પર બમ્પ આવતા જ્યારે વાહન ધીમું પડે, ત્યારે તેઓ તેમાં ચડીને જીરાના કોથળા નીચે ફેંકી દેતા હતા. પાછળ આવતા સાથીદારો બાઇક પર જીરાના કોથળા ઉપાડીને ભાગી જતા હતા. આ ગેંગે સમી અને હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 49,800 રૂપિયાની કિંમતનું 249 કિલો જીરું, 50,000 રૂપિયાનું બજાજ પલ્સર બાઇક અને 5000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 1,04,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી અફઝલ થેબા સામે અગાઉ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે. જ્યારે ફરાર આરોપી નિયાજ ફકીર સામે શંખેશ્વર, રાધનપુર, ચાણસ્મા અને બેચરાજી પોલીસ સ્ટેશનમાં કુલ સાત જેટલા ચોરીના ગુના નોંધાયેલા છે. પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ફરાર થયેલા ત્રણ સાથીદારોની શોધખોળ ચાલુ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan