crime
બોટાદના 1 કરોડના તોડકાંડમાં ભાજપના પૂર્વ મહામંત્રીનું નિવેદન લેવાયું:અમરેલીના DYSP ચિરાગ દેસાઈ સમક્ષ જગદીશ ચૌહાણે પુરાવા રજૂ કર્યા
બોટાદ શહેરમાં કથિત 1 કરોડ રૂપિયાના તોડકાંડની તપાસ ઝડપી બની છે. આ મામલે બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે સર્કિટ હાઉસ ખાતે અમરેલીના DYSP ચિરાગ દેસાઈ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. DYSP ચિરાગ દેસાઈ સર્કિટ હાઉસ ખાતે આ મામલે તપાસ કરી રહ્યા હતા. ત્યારે જગદીશ ચૌહાણે કથિત તોડકાંડ અંગેની બધી હકીકત રજૂ કરી હોવાનો દાવો કરાયો છે. મળતી માહિતી પ્રમાણે, જગદીશ ચૌહાણે કેટલાક ભાજપના હોદ્દેદારો અને એક અધિકારીને આ તોડકાંડ માટે જવાબદાર ગણાવ્યા છે. તેમણે આ અંગેના પુરાવા તપાસ અધિકારી સમક્ષ રજૂ કર્યા હોવાનું સામે આવ્યું છે. હવે રજૂ કરાયેલા નિવેદન અને પુરાવાઓના આધારે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર છે.
Read full article on Divya Bhaskar