crime
બોટાદમાં LCBએ દારૂની 864 બોટલ જપ્ત કરી:બે સ્થળે કાર્યવાહી; રૂ. 5.36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ જિલ્લામાં બે સ્થળે વિદેશી દારૂના કેસ પકડ્યા છે. પોલીસે કુલ 864 બોટલ અને રૂ. 5.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને કેસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પહેલી કાર્યવાહીમાં પાળીયાદના ઝરીયા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૂની 780 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ સહિત રૂ. 3.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં ઝરીયા ગામના રાજુભાઈ ઉર્ફે બહારવટિયો કનુભાઈ ભોજક સામે ગુનો નોંધાયો છે. બીજી કાર્યવાહીમાં ગઢડાના અડતાળા-લાખણકા રોડ પરથી અલ્ટો કારમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો હતો. કારમાંથી 84 બોટલ મળી આવી હતી. દારૂની હેરાફેરીમાં વપરાયેલી ત્રણ મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા હતા. આ કેસમાં રૂ. 1.87 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે બંને કેસમાં અમરેલી જિલ્લાના દુધાળા ગામના અનુભાઈ જીવાભાઈ ખાખડીયા અને બરવાળા તાલુકાના ખાંભડા ગામના હર્ષદભાઈ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બોટાદ LCBના PI જી.એમ. પાવરાની ટીમે આ કાર્યવાહી કરી હતી. બંને કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Read full article on Divya Bhaskar