Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

બોટાદ કથિત 1 કરોડ તોડકાંડ: DySP સમક્ષ પૂર્વ ભાજપ મહામંત્રી બાદ હવે મયુર જમોડની પૂછપરછ

📰 Abp News 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
બોટાદ કથિત 1 કરોડ તોડકાંડ: DySP સમક્ષ પૂર્વ ભાજપ મહામંત્રી બાદ હવે મયુર જમોડની પૂછપરછ

Botad extortion case investigation: બોટાદ પંથકમાં ભારે ચર્ચાસ્પદ અને રાજકીય ગરમાવો લાવનારા કથિત 1 કરોડ રૂપિયાના તોડકાંડ મામલે પોલીસ તપાસ તેજ બની છે. આ સમગ્ર પ્રકરણમાં આક્ષેપો અને પ્રશ્નો ઉઠાવનારા આગેવાનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કેસની તપાસ ચલાવી રહેલા અમરેલી DySP ચિરાગ દેસાઈ દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે ધામા નાખીને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ચકચારી પ્રકરણમાં 10 દિવસના વિરામ બાદ અચાનક તપાસનો ધમધમાટ વધતાં સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.

સર્કિટ હાઉસના રૂમ નંબર 5 માં પૂછપરછનો દોર

મળતી વિગતો અનુસાર, બોટાદ સર્કિટ હાઉસના રૂમ નંબર 5 માં તપાસ અધિકારી અમરેલી DySP ચિરાગ દેસાઈ દ્વારા સંબંધિત પક્ષકારોના વિગતવાર નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. આ કથિત 1 કરોડના તોડકાંડનો મામલો સૌપ્રથમ જાહેર કરનાર બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તપાસ અધિકારી સમક્ષ લાંબી પૂછપરછ દરમિયાન તેમણે પોતાનું સત્તાવાર નિવેદન નોંધાવ્યું હતું. જગદીશ ચૌહાણનું નિવેદન પૂર્ણ થયા બાદ તરત જ બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડ પણ સર્કિટ હાઉસના રૂમ નંબર 5 માં પહોંચ્યા હતા, જ્યાં તેમનું પણ સત્તાવાર નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

તપાસ અધિકારી સમક્ષ પુરાવા રજૂ કર્યાનો દાવો

ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે નિવેદન નોંધાવ્યા બાદ જણાવ્યું હતું કે, તપાસ અધિકારી દ્વારા પૂછવામાં આવેલી તમામ બાબતો અને હકીકતોના તેમણે સ્પષ્ટ જવાબો આપ્યા છે. આ સાથે જ DySP દ્વારા માંગવામાં આવેલા કેટલાક અગત્યના દસ્તાવેજી પુરાવાઓ પણ તેમણે તપાસ એજન્સી સમક્ષ રજૂ કર્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, આ કેસ અતિ સંવેદનશીલ હોવાથી તેમજ હાલ તપાસ ચાલુ હોવાના કારણે, રજૂ કરાયેલા પુરાવાઓનો પ્રકાર કે નિવેદનની આંતરિક વિગતો મીડિયા સમક્ષ જાહેર કરવાનું તેમણે ટાળ્યું હતું.

નિષ્પક્ષ તપાસને લઈને સંતોષ વ્યક્ત કર્યો

જગદીશ ચૌહાણે અગાઉ પણ આ કથિત તોડકાંડ સંદર્ભે યોગ્ય અને તટસ્થ તપાસની માંગણી દોહરાવી હતી. સર્કિટ હાઉસ ખાતે નિવેદન આપ્યા બાદ તેમણે ઉમેર્યું હતું કે, અમરેલી DySP ચિરાગ દેસાઈ દ્વારા જે રીતે ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે, તેનાથી તેઓ સંપૂર્ણ સંતુષ્ટ છે. હવે આ સમગ્ર મામલે તપાસ સાચી દિશામાં આગળ વધી રહી છે અને સત્ય બહાર આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. બીજી તરફ, માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડની પૂછપરછમાં કઈ વિગતો સામે આવે છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan