education
ભરૂચમાં ગણેશ મહોત્સવ દરમિયાન જનરલ નોલેજની પરીક્ષા યોજાઈ:ધો.5 થી 12ના 75 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ભરૂચના વેજલપુર વિસ્તારમાં નયનાચોક ચેરીટેબલ ટ્રસ્ટ અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન અને વિવિધ વિષયોની જાણકારી વધારવાનો છે. આ કાર્યક્રમોના ભાગરૂપે, ગણેશ સ્થાપના મંડપ ખાતે ધોરણ 5 થી 12માં અભ્યાસ કરતા આશરે 75 વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજની પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ હસમુખ મિસ્ત્રી (ભૂરીયો)એ જણાવ્યું હતું કે, વેજલપુર વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સમિતિના હેતુને સફળ બનાવ્યો. તેમણે ઉમેર્યું કે, સામાજિક સદભાવના દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાન અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ છે. પરીક્ષાનું પરિણામ 24 સપ્ટેમ્બર, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar