crime
ભરતનગરના યુવકને કારમાં ઉઠાવી જઈને મારનાર બે શખસ દબોચાયા:મસ્તી કરી રહ્યાની આશંકા રાખીને ધોકા માર્યા, બાદમાં રીંગ રોડ પર ઊતારી દીધો હતો
ભાવનગરના ભરતનગર વિસ્તારમાં ફોન પર પોતાની મસ્તી થઈ રહી હોવાની આશંકા રાખી બે શખસોએ સાહિલભાઈ ઉર્ફે બુજારી નામના યુવકનું કારમાં અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઈ જઈ ધોકા વડે ગંભીર માર માર્યો હતો. આ ઘટના અંગે પીડિતની ફરિયાદના આધારે ભરતનગર પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની અટકાયત કરી છે. મસ્તી થતી હોવાની દાઝ રાખી સાહિલભાઈ મેમણકોલોનીમાં બેસી પોતાના મિત્ર સાથે ફોનમાં મસ્તી કરી રહ્યા હતા. ત્યારે લાલજી રાજુભાઈ જોગરાણા અને રવિ રમેશભાઈ કસોટીયાએ પોતાની મસ્તી થતી હોવાની દાઝ રાખી, સાહિલ નમાજ પઢીને બહાર નીકળતા જ તેને બળજબરીપૂર્વક કાર (GJ-04-EP-2398)માં બેસાડી દીધો હતો. લાકડીથી મારમારીને ઉતારી દીધો ત્યારબાદ આરોપીઓએ તેને મારુતી ગલ્લા તથા અધેવાડા ખાતે લઈ જઈ ધોકાથી આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અંતે રીંગ રોડ નાયરા પંપ પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. બે શખસ દબોચાયા, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત આ મામલે ભરતનગર પોલીસે BNS એક્ટ અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસે લાલજી જોગરાણા (રહે. ભરતનગર) અને રવિ કસોટીયા (રહે. તળાજા જકાતનાકા)ની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં વપરાયેલી કાર અને લાકડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Read full article on Divya Bhaskar