top
Bharuch News: આમોદના દેણવા ગામે આકાશી વીજળી પડતાં મહિલાનું કરુણ મોત
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કુદરતી આપત્તિની એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. આમોદ તાલુકાના દેણવા ગામે સીમમાં આવેલા ખેતરમાં કામ કરી રહેલાં એક મહિલા પર અચાનક આકાશી વીજળી ત્રાટકતાં તેમનું ઘટનાસ્થળે જ નિપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ કપિલાબેન વિનોદભાઈ સોલંકી તરીકે થઈ છે. અચાનક બનેલી આ કાળજાળ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર દેણવા ગામ સહિત આમોદ પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. રાજકીય અને વહીવટી અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા અકસ્માતની જાણ થતાં જ આસપાસના ખેતરોમાંથી લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ગામના સરપંચ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે આમોદના તાલુકા વિકાસ અધિકારી (TDO) અને આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સહિતનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પીડિત પરિવારને સાંત્વના અને સરકારી સહાયની ખાતરી હોસ્પિટલ પહોંચેલા રાજકીય અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓએ શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત, કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારને સરકારી નિયમોનુસાર મળવાપાત્ર સહાય વહેલી તકે મળી રહે તે માટેની કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ ત્વરિત હાથ ધરવા આમોદ પોલીસે કાગળો તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh