crime
ભાવનગરના ગારિયાધારમાં આખલાનો આતંક, વૃદ્ધને ઢીક મારીને પાડી દીધા
ભાવનગરના ગારિયાધારમાં રસ્તા પર જાણે મોત દોડતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના રસ્તા પર ભૂરિયા થયેલા એક આખલાએ અચાનક જ આતંક મચાવતા રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. બેફામ દોડતા આખલાએ રસ્તા પર ચાલતા અનેક લોકોને અડફેટે લીધા હતા. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ પર આખલાએ જોરદાર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વૃદ્ધને બચાવવા આસપાસના લોકો જીવના જોખમે ધોકા લઈને દોડી આવ્યા હતા. લોકોની હિંમત અને સતર્કતાના કારણે ખુટિયાને ત્યાંથી ભગાડવામાં આવ્યો અને વૃદ્ધનો જીવ બચી ગયો હતો. અચાનક થયેલા આ હુમલાના કારણે વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે રખડતા પશુઓનો પ્રશ્ન લાંબા સમયથી યથાવત છે, છતાં અસરકારક કાર્યવાહી થતી નથી.
Read full article on News18 Gujarati