Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ભાવનગરમાં મતદાર સુધારણા માટેની ખાસ ઝુંબેશ:સમગ્ર જિલ્લામાંથી 9,785 નવા મતદારો માટે ફોર્મ-6 મળ્યા, કુલ 23,645 આવેદનો આવ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 2 views
ભાવનગરમાં મતદાર સુધારણા માટેની ખાસ ઝુંબેશ:સમગ્ર જિલ્લામાંથી 9,785 નવા મતદારો માટે ફોર્મ-6 મળ્યા, કુલ 23,645 આવેદનો આવ્યા
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં મતદારયાદીની સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત બાકી રહી ગયેલા તેમજ 18-19 વર્ષના નવા પાત્ર યુવા મતદારો માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નાગરિકોની સુવિધા માટે ખાસ ત્રણ રવિવારના દિવસોમાં યોજવામાં આવેલા વિશેષ કેમ્પ્સ દરમિયાન ભાવનગર જિલ્લા ભરમાંથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. ભાવનગર જિલ્લામાં યોજાયેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના ત્રણ રવિવાર દરમિયાન નાગરિકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઝુંબેશ દરમિયાન જિલ્લાના 7 વિધાનસભા મતવિભાગોમાંથી નવા મતદાર તરીકે નોંધણી માટે ફોર્મ નં.6 ની 9785 સહિત અન્ય સુધારા-વધારા સંબંધિત કુલ 23,645 અરજીઓ પ્રાપ્ત થઈ છે. જેમાં સૌથી વધુ 1965 નવા મતદારો સાથે ભાવનગર રૂરલ સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહ્યું છે, જ્યારે સૌથી ઓછા 1091 ગારીયાધાર વિધાનસભામાં નોંધાયા હતા. ત્રણ રાવીવારના રોજ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં તા.11 ઓક્ટોબર, તા.18 ઓક્ટોબર અને તા. 25 ઓક્ટોબર 2026ના રવિવારના રોજ યોજાયેલા વિશેષ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં અરજીઓ રજૂ કરવામાં આવી હતી., ભાવનગર જિલ્લાના 7 વિધાનસભા મતવિભાગોમાં નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે ફોર્મ નં. 6 કુલ 9,785 અરજીઓ મળી છે. જ્યારે અન્ય સુધારા-વધારા, નામ રદ કરવા કે સરનામું બદલવા સંબંધિત ફોર્મ-6, 7 અને 8 કુલ 23,645 ફોર્મ પ્રાપ્ત થયા છે. વિધાનસભા ક્ષેત્ર મુજબ નોંધાયેલી વિગતો ભાવનગર રૂરલ (103) સૌથી વધુ 1,965 નવા મતદારો ફોર્મ-6 અને કુલ 4,172 આવેદનપત્રો સાથે અગ્રેસર રહ્યું છે. પાલીતાણા (102) 1,454 નવા મતદારો ફોર્મ-6 અને કુલ 3,681 ફોર્મ મળ્યા., મહુવા (99) 1,435 નવા મતદારો ફોર્મ-6 અને કુલ 3,575 ફોર્મ નોંધાયા.,ભાવનગર ઈસ્ટ (104) 1,383 નવા મતદારો ફોર્મ-6 અને કુલ 3,717 ફોર્મ મળ્યા., તળાજા (100) 1,271 નવા મતદારો ફોર્મ-6 અને કુલ 3,223 ફોર્મ આવ્યા., ભાવનગર વેસ્ટ (105) 1,186 નવા મતદારો (ફોર્મ-6) અને કુલ 2,895 ફોર્મ રજૂ થયા., ગારિયાધાર (101) 1,091 નવા મતદારો (ફોર્મ-6) અને કુલ 2,388 ફોર્મ નોંધાયા છે. ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન ફોર્મ-6 મળ્યા 11-10-2026 (પ્રથમ રવિવાર): 2,406 ફોર્મ 18-10-2026 (બીજો રવિવાર): 2,527 ફોર્મ 25-10-2026 (ત્રીજો રવિવાર): 4,852 ફોર્મ આમ, છેલ્લા રવિવારે સૌથી વધુ અરજીઓ આવી હતી, આ ખાસ ઝુંબેશના કારણે ભાવનગર જિલ્લામાં નવા મતદારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan