Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભારતીય રેલવેએ 2 નવી ટ્રેનો શરૂ કરી અને 9 ટ્રેનોને આપ્યા નવા સ્ટોપેજ, જુઓ આખું લિસ્ટ

📰 The Indian Express 🕐 1 min read 📅 September 24, 2026 👁 1 views
ભારતીય રેલવેએ 2 નવી ટ્રેનો શરૂ કરી અને 9 ટ્રેનોને આપ્યા નવા સ્ટોપેજ, જુઓ આખું લિસ્ટ
રેલવે બોર્ડે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત નવ ટ્રેનો માટે સ્ટોપેજ (રોકાણ) ને પણ મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય વિવિધ શહેરો વચ્ચે રેલ જોડાણ વધારવાનો અને ભારતીય રેલવે નેટવર્ક પર મુસાફરોને મુસાફરીના વધુ વિકલ્પો પૂરા પાડવાનો છે. જોકે સંબંધિત રેલવે ઝોન નવી ટ્રેન સેવાઓની શરૂઆત રૂટના વિસ્તરણ અને મંજૂર કરાયેલા સ્ટોપેજના અમલીકરણ અંગે અલગથી સૂચનાઓ બહાર પાડશે. રેલવે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નવી ટ્રેનોની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે: પુણે-બીડ એક્સપ્રેસ રેલવે બોર્ડે 11433/11434 પુણે-બીડ એક્સપ્રેસને દૈનિક સેવા તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. ટ્રેન નંબર 11433 પુણે-બીડ એક્સપ્રેસ પુણેથી રાત્રે 10:45 વાગ્યે (22:45) ઉપડશે અને સવારે 6:00 વાગ્યે બીડ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 11434 બીડ-પુણે એક્સપ્રેસ બીડથી રાત્રે 9:30 વાગ્યે (21:30) ઉપડશે અને પુણે સવારે 5:20 વાગ્યે પહોંચશે. તેની મુસાફરી દરમિયાન આ ટ્રેન ઉરુલી, દૌંડ કોર્ડ લાઇન, શ્રીગોંડા રોડ, અહિલ્યાનગર, નારાયણદોહો, ન્યૂ અષ્ટી અને અમલનેર ભંડ્યાચે સહિતના કેટલાક મુખ્ય સ્ટેશનો પર રોકાશે. પ્રતાપનગર-ટાંડા રોડ મેમુ (MEMU) 9 સપ્ટેમ્બરના રેલવે બોર્ડના પરિપત્ર મુજબ પ્રતાપનગર-ટાંડા રોડ મેમુ (MEMU) ને દૈનિક સેવા તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ સેવા ટ્રેન નંબર 69105/69106 તરીકે કાર્યરત રહેશે. ટ્રેન નંબર 69105 પ્રતાપનગર-ટાંડા રોડ મેમુ પ્રતાપનગરથી સવારે 5:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 9:35 વાગ્યે ટાંડા રોડ પહોંચશે. પરત મુસાફરીમાં ટ્રેન નંબર 69106 ટાંડા રોડથી સાંજે 05:05 વાગ્યે (17:05 કલાકે) ઉપડશે અને પ્રતાપનગર રાત્રે 09:25 વાગ્યે (21:25 કલાકે) પહોંચશે. તેની મુસાફરી દરમિયાન ટ્રેન ડભોઈ, છુછપુરા, બોડેલી, પાવી, છોટા ઉદેપુર, પડલિયા રોડ, મોતીસાધલી, આંબરી રિછાવી, અલીરાજપુર, ખંડાલા, જોબત અને દેકાકુંડ સહિતના મહત્વના સ્ટેશનો પર ઉભી રહેશે. આ પણ વાંચો: અમદાવાદમાંથી ગોલ્ડી બ્રાર ગેંગનો શાર્પશૂટર આસિફ ઉર્ફે પિસ્તોલ ઝડપાયો, ગુજરાત અને દિલ્હી પોલીસનું મોટું ઓપરેશન 9 ટ્રેનો માટે નવા સ્ટોપેજ માટે મંજૂરી: - મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ સ્ટેશન પર ટ્રેન નંબર 13257/13258 દાનાપુર-આનંદ વિહાર ટર્મિનલ જનસાધારણ એક્સપ્રેસનું સ્ટોપેજ. - સાંભર લેક સ્ટેશન પર ટ્રેન નંબર 14661/14662 બાડમેર-જમ્મુ તાવી એક્સપ્રેસ માટે સ્ટોપેજ. - માલાખેરા સ્ટેશન પર ટ્રેન નંબર 15013/15014 જેસલમેર-કાઠગોદામ રાનીખેત એક્સપ્રેસ માટે સ્ટોપેજ. - કપાસન સ્ટેશન પર ટ્રેન નંબર 22901/22902 બાંદ્રા (T)-ઉદયપુર એક્સપ્રેસ માટે સ્ટોપેજ. - નોરલા રોડ સ્ટેશન પર ટ્રેન નંબર 17481/17482 બિલાસપુર-તિરુપતિ એક્સપ્રેસ માટે સ્ટોપેજ. – ઘાટશિલા સ્ટેશન પર ટ્રેન નંબર 12859/12860 મુંબઈ CSMT-હાવડા ગીતાંજલિ એક્સપ્રેસ માટે સ્ટોપેજ. - ઘાટશિલા સ્ટેશન પર ટ્રેન નંબર 12129/12130 પુણે-હાવડા આઝાદ હિંદ એક્સપ્રેસ માટે સ્ટોપેજ. - મનોહરપુર સ્ટેશન પર ટ્રેન નંબર 18189/18190 ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસ માટે સ્ટોપેજ. – ગોગામેડી સ્ટેશન પર ટ્રેન નંબર 14701/14702 શ્રી ગંગાનગર-બાંદ્રા (T) અમરાપુરા અરવલી એક્સપ્રેસ માટે સ્ટોપેજ.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan