Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આવતીકાલે હાઈવોલ્ટેજ બેઠક:ગાંધીનગર મનપા, ઓખા-થરા સહિત પેટાચૂંટણીના ઉમેદવારો પર વાગશે આખરી મ્હોર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આવતીકાલે હાઈવોલ્ટેજ બેઠક:ગાંધીનગર મનપા, ઓખા-થરા સહિત પેટાચૂંટણીના ઉમેદવારો પર વાગશે આખરી મ્હોર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકા સહિતની અન્ય પેટાચૂંટણીઓને લઈને આવતીકાલે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક યોજાશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને બપોર બાદ યોજાનારી આ બેઠકમાં સંભવિત ઉમેદવારોના નામ અંગે અંતિમ ચર્ચા કરી ઉમેદવારી પર આખરી મહોર લગાવવામાં આવશે. સેન્સ પ્રક્રિયા બાદ આખરી નિર્ણય બોર્ડ કરશે બેઠકમાં ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપરાંત સંબંધિત ઝોનના મહામંત્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ હાજર રહેશે. સ્થાનિક સ્તરે થયેલી સેન્સ પ્રક્રિયા અને દાવેદારો અંગે મળેલા અભિપ્રાયો બાદ હવે અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડમાં લેવામાં આવશે. બેઠક બાદ ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં ઉત્તર-દક્ષિણ વચ્ચે સંતુલન જાળવવું પડકારરૂપ ગાંધીનગર મહાનગરપાલિકાની ઉમેદવારીને લઈને સૌથી વધુ નજર સ્થાનિક રાજકીય સમીકરણો પર રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ એમ બે ભાગના સંગઠનાત્મક અને રાજકીય સમીકરણો જોવા મળી રહ્યાં છે. ઉમેદવારોની પસંદગીમાં બંને વિસ્તારોના દાવેદારો અને સ્થાનિક સંગઠનના અભિપ્રાયોને મહત્વ મળવાની ચર્ચા વચ્ચે હવે પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર નજર છે. જ્ઞાતિ અને સંગઠનના સમીકરણો પર સૌની નજર ખાસ કરીને બંને ભાગમાંથી કયા દાવેદારોને ઉમેદવારી મળે છે અને પક્ષનું સંગઠનાત્મક સંતુલન કેવી રીતે જળવાય છે તે બાબત આવતીકાલની બેઠક બાદ સ્પષ્ટ થશે. જોકે, અંતિમ નિર્ણય ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ જ લેશે. ઓખા અને થરા નગરપાલિકા માટે પણ મુરતિયા નક્કી થશે ગાંધીનગર મનપા ઉપરાંત ઓખા અને થરા નગરપાલિકા તથા અન્ય પેટાચૂંટણીઓ માટે પણ સંભવિત ઉમેદવારોના નામ પર બેઠકમાં ચર્ચા થશે. અલગ-અલગ સ્થાનિક સંગઠનોમાંથી મળેલા નામો અને સેન્સના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan