Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Bengaluru Acid Attack: બેંગલુરુમાં નર્સ પત્ની પર પતિએ એસિડ ફેંકીને કર્યો ચાકુથી હુમલો, આરોપી ઝડપાયો

📰 Sandesh 🕐 1 min read 📅 September 17, 2026 👁 1 views
Bengaluru Acid Attack: બેંગલુરુમાં નર્સ પત્ની પર પતિએ એસિડ ફેંકીને કર્યો ચાકુથી હુમલો, આરોપી ઝડપાયો
Bengaluruના જેપી નગરમાં એક મહિલા પર તેના પતિએ એસિડ જેવા પ્રવાહી અને ધારદાર હથિયારથી હુમલો કર્યો. આ ઘટના નારાયણ ક્લિનિક પાસે ગુરુવારે સવારે લગભગ 9:15 વાગ્યે બની હતી. આરોપીની ઓળખ વેંકટેશ તરીકે થઈ છે, જ્યારે ઘાયલ મહિલાનું નામ મધુમિતા હોવાનું સામે આવ્યું છે. મધુમિતાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસે આરોપી વેંકટેશની ધરપકડ કરી છે. જેપી નગર પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આશંકા છે કે પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ વિવાદને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. બાઇક પર આવ્યો હતો આરોપી પોલીસના જણાવ્યા મુજબ, વેંકટેશ બાઇક પર મધુમિતા પર હુમલો કરવા આવ્યો હતો. તેની પાસે ચાકુ, ધારદાર હથિયાર અને એસિડ જેવું પ્રવાહી હતું. તેણે પહેલા મધુમિતા પર પ્રવાહી ફેંક્યું અને ત્યારબાદ ધારદાર હથિયારથી હુમલો કર્યો. હુમલા દરમિયાન આસપાસ હાજર લોકોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ આરોપીને રોકવા માટે તેના પર પથ્થરો પણ ફેંક્યા હતા. આરોપ છે કે વેંકટેશે મહિલાને બચાવવા આવેલા લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દોઢ વર્ષથી અલગ રહેતું હતું દંપતી મળતી માહિતી મુજબ, મધુમિતા અને વેંકટેશના લગ્ન વર્ષ 2024માં તમિલનાડુના મદુરાઈમાં થયા હતા. બંને છેલ્લા લગભગ દોઢ વર્ષથી અલગ-અલગ રહેતા હતા. મધુમિતા બેંગલુરુમાં પેઇંગ ગેસ્ટ એટલે કે PGમાં રહેતી હતી અને નર્સ તરીકે કામ કરતી હતી. જ્યારે વેંકટેશ અગાઉ બેંગલુરુમાં કામ કરતો હતો, પરંતુ તાજેતરમાં ચેન્નાઈ શિફ્ટ થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તે હુમલો કરવા માટે મદુરાઈથી બેંગલુરુ આવ્યો હતો. હુમલામાં વપરાયેલા પદાર્થની તપાસ આ ઘટના સવારે લગભગ 9:15 વાગ્યે બની હતી. હુમલામાં એસિડ જેવા કોઈ પ્રવાહી સાથે ધારદાર હથિયાર અને લાંબા ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસની એક વિશેષ ટીમ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા પદાર્થની તપાસ કરી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ હુમલો શા માટે કર્યો અને તેની પાછળ ઘરેલુ વિવાદનું શું કારણ હતું? આ પણ વાંચો: પાર્કિંગ વિવાદ બન્યો હિંસક! કારગિલના યોદ્ધા પર લોખંડની પાઇપથી હુમલો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan