Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

નવસારી BAPS મંદિરમાં જળજીલણી એકાદશીએ ભગવાનને જલવિહાર કરાવ્યો:સંતો અને ભક્તોએ ઉત્સાહભેર ઉજવ્યો ઉત્સવ, પાંચ વખત કરાવાયો જળવિહાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
નવસારી BAPS મંદિરમાં જળજીલણી એકાદશીએ ભગવાનને જલવિહાર કરાવ્યો:સંતો અને ભક્તોએ ઉત્સાહભેર ઉજવ્યો ઉત્સવ, પાંચ વખત કરાવાયો જળવિહાર
પવિત્ર ચાતુર્માસમાં ભગવાનના ભક્તો વિશેષ ભક્તિ સેવા કરીને ભગવાનને પ્રસન્ન કરે છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર, ભગવાન હાલ પાતાળમાં બલિના નિવાસે શયન કરી રહ્યા છે. અષાઢ સુદ એકાદશીએ ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને ભાદરવા સુદ એકાદશીએ બે મહિના પૂરા થાય છે. આજે ભગવાન પડખું ફરે છે, તેથી ભાદરવા સુદ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય છે. આ એકાદશીને જલજીલણી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને યમુનામાં જળ વિહાર કરીને ગોપ-ગોપીઓને સુખ અને આનંદ આપ્યા હતા. જળજીલણી એકાદશીનો ઉત્સવ ખાસ કરીને વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં સંતો અને ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. નવસારીના BAPS મંદિરમાં પણ આ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. સૌપ્રથમ, સંતોએ વિઘ્નહર્તા ગણેશજી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા કરી, જેમાં હરિભક્તો પણ જોડાયા હતા. ત્યારબાદ, કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પરિવર્તની એકાદશીનો મહિમા અલૌકિક છે અને ભગવાન તથા સંત જ આપણા સાચા તારણહાર છે. પુરુષોત્તમચરણ સ્વામીએ કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ આ ઉત્સવ ખાસ કરીને સારંગપુર તીર્થમાં કરતા હતા અને સેવાદાનનો પણ મહિમા રહ્યો છે. સભા પૂરી થયા બાદ ભગવાનની પંચમૂર્તિને જલવિહાર માટે લઈ જવામાં આવી. સભાની બાજુમાં જ એક સુંદર પાણીનો કુંડ બનાવવામાં આવ્યો હતો. તેમાં નીલકંઠની મૂર્તિ પહેલેથી જ પધરાવી હતી અને પાણીમાં સુંદર ફૂલો તરી રહ્યા હતા. નાની બોટમાં ભગવાનને સ્થાપિત કરીને જલવિહારનો શુભ પ્રારંભ થયો. ભગવાનને પાંચ વખત જળવિહાર કરાવવામાં આવ્યો. પ્રથમ જળવિહાર બાદ ભગવાનને થાળ ધરાવી બાળકોએ આરતી કરી. બીજા જળવિહાર પછી ભગવાનને થાળ અર્પણ કરીને યુવકોએ આરતી ઉતારી. ત્રીજા જળવિહાર બાદ પ્રભુને જમાડીને હરિભક્તોએ આરતી કરી. ચોથા જળવિહાર પછી પ્રભુને થાળ કરીને સંતોએ આરતી કરી. પાંચમા જળવિહાર બાદ ભગવાનને થાળ અર્પણ કરીને વડીલ સંતોએ આરતી ઉતારી. ત્યારબાદ 'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસાદીભૂત થયેલા પાણીનો સંતોએ દરેક હરિભક્તોના શિરે છંટકાવ કર્યો હતો. સૌ ભક્તોએ આ ઉત્સવનો આનંદ માણીને વિદાય લીધી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan